Gujarat

રાધનપુર નજીક ટ્રેકટર અને ટ્રકનો અકસ્માતમાં બે જણને ઈજા

પાટણ
રાધનપુરથી મહેસાણા હાઇવે પર ગોચનાદ નદીના પુલ ઉપર આજે ગુરૂવારે વહેલી સવારે જઈ રહેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર અને ટ્રક બંન્ને પલટી મારી ગયા હતા. જેમાં બે લોકોને ઇજા થઈ હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર રેફલર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ આ અકસ્માત સર્જાતા પુલની જગ્યા ઉપર ટ્રેક્ટર અને ટ્રકે રોડ રોકતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં બસોમાં બેઠેલા પેસેન્જરો ઘણા સમયથી ટ્રાફિક હોવાથી ચાલતા નીકળી પડ્યા હતા. આ અકસ્માતના લીધે ૧૦ કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જાેવા મળ્યા હતા એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.રાધનપુરથી મહેસાણા રોડ ઉપર આજે ગુરૂવારે વહેલી સવારે ગોચનાદ નદીના પુલ ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અકસ્માતના પગલે ઘણો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

Accident-between-tractor-and-truck.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *