પાટણ
રાધનપુર-મહેસાણા હાઈવે પર આવેલી નર્મદા નિગમ કચેરીમાં કોન્ટ્રાક્ટ બેજ પર ફરજ બજાવતા વરસડા ગામના વાલ્મિકી ભરત કાન્તિભાઈ ગઈકાલે ગુરૂવારે બાઈક લઈને રાધનપુર હાઈવે પર આવતાં હતાં. ત્યારે રાધનપુરથી મહેસાણા તરફ જતી કારના ચાલકે તેમને ટક્કર મારતા બાઈક સવાર ભરતભાઈને હાથ-પગ અને માથામાં મગજના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. અકસ્માત થતાની સાથે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં ઘટના સ્થળે એકઠાં થયાં હતાં. તેમજ મૃતકના પરિવારજનોને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. મૃતકના દેહને પી.એમ. માટે રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આમ ૨૧ વર્ષિય યુવાનના મોતના સમાચાર વાયુ વેગે વરસડા ગામે પહોંચતાની સાથે ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.રાધનપુર-મહેસાણા હાઈવે પર ગઈકાલે ગુરૂવારે કારની ટક્કરે નર્મદા નિગમ કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. વરસડા ગામના આ યુવકનું અકસ્માતે મોત થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.


