Gujarat

રાહુલ ગાંધીના ગુજરાત આગમનને લઈ સ્વાગતના બેનર લગાવ્યા

સુરત
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા તેમણે દેશના કૌભાંડોની વાત જાહેર મંચ ઉપરથી કરી હતી. તે સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા તેમાં નીરવ મોદી અને લલિત મોદીનું નામ પણ બહાર આવ્યું હતું. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોના નામ પાછળ ની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભા વિધાનસભા ના ધારાસભ્ય પોલીસ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરત ખાતે આવશે. બપોરે ૨ કલાકે સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લેન્ડિંગ કર્યા બાદ લગભગ ૨ઃ૩૦ વાગે કોર્ટ તરફ રવાના થશે એટલું જ નહીં પણ ૩ઃ૦૦ વાગે કોર્ટમાં હાજર રહેશે.પછી સાંજે ૫ કલાકે દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે મોદી અટક બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઇને તેમની સામે બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો.રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો કોંગ્રેસના નેતાઓ પણ સુરત આવી પહોંચ્યાં છે. રાહુલ ગાંધીના એરપોર્ટથી લઈને કોર્ટ સુધીના રસ્તામાં સ્વાગત કરતાં બેનર લગાવવામાં આવ્યાં છે. સુરતમાં મુખ્ય બે સ્થળો પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા એસવીએનઆઈટી સર્કલ અને પૂજા અભિષેક ટાવર પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. તેમજ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની ટીમ દ્વારા એરપોર્ટથી એસવીએનઆઈટી સુધી બે પોઇન્ટ બનાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. કોંગ્રેસ નેતાઓને દિશાસૂચન કરવા લાભ પાંચમ પછી ત્રિદિવસીય ચિંતન શિબિર યોજશે. આ શિબિરમાં રાહુલ ગાંધી સતત ૩ દિવસ ગુજરાત રોકાશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ જણાવ્યું હતું. સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ સુરત કોર્ટની અંદર દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષ દ્વારા આ સમગ્ર કેસની અંદર વધુ સાક્ષીઓના તપાસ થવી જાેઇએ એ પ્રકારની હાઇકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટે મંજૂર કરતાં અન્ય બે જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને ફરી પોતાનું વધારાનું નિવેદન આપવા માટે હાજર રહેવાનો હુકમ કર્યો હતો.

Rahul-Gandhi-Arriev-in-Surat-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *