Gujarat

રાહુલ ગાંધી તૈયાર ના થયા તો ગહેલોતના માથે કોંગ્રેસના અધ્યક્ષનો તાજ

નવી દિલ્હી: એક તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પોતાના મંત્રી મંડળનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ પાર્ટીમાં એક જૂથ તેમણે દિલ્હી બોલાવવા અને મોટી જવાબદારી સોપવા માટે સારો વિકલ્પ માની રહ્યા છે. રાહુલ ગાંધીએ આ વાત પર હા નથી કહી કે તે કોંગ્રેસ અધ્યક્ષ પદને ફરી સંભાળવા તૈયાર છે. ગહેલોત ગાંધી પરિવારના વિશ્વાસુ પણ છેે

કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની જગ્યાએ પાર્ટીએ સ્થાઇ અધ્યક્ષનો નિર્ણય લેવાનો છે. રાહુલ સમર્થક તેમના રાજીનામા બાદ ફરી તેમણે અધ્યક્ષ બનાવવા માટે મનાવી રહ્યા છે.

કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની જગ્યાએ પાર્ટીએ સ્થાઇ અધ્યક્ષનો નિર્ણય લેવાનો છે. રાહુલ સમર્થક તેમના રાજીનામા બાદ ફરી તેમણે અધ્યક્ષ બનાવવા માટે મનાવી રહ્યા છે.

જ્યારે રાહુલ ગાંધીએ હજુ સુધી આ વાત પર હા પાડી નથી. જે પણ સ્થાઇ અધ્યક્ષ બનશે તેને રાહુલ ગાંધીના કાર્યકાળનો બાકી સમય મળશે. જોકે, રાહુલ ગાંધીના વિદેશથી પરત ફર્યા બાદ તેમના સમર્થક ફરી તેમણે જવાબદારી સંભાળવા માટે તૈયાર કરવામાં જોડાયેલા છે.

પાર્ટીમાં સીનિયર નેતાઓનું માનવુ છે કે જો રાહુલ ગાંધી તૈયાર નથી થતા તો એવામાં કોઇને સ્થાઇ અધ્યક્ષ બનાવવા જરૂરી હશે. એવામાં સોનિયા ગાંધીની સક્રિયતાને જોતા અથવા તો તેમણે સ્થાઇ રીતે જવાબદારી સંભાળવી પડશે અથવા પછી વિકલ્પ તરીકે કોઇ સીનિયર નેતાને તૈયાર કરવા પડશે.

સુત્રોની માનીયે તો ગત વર્ષે અશોક ગહેલોતને આ રીતનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો પરંતુ દિલ્હીના કેટલાક નેતાઓના હસ્તક્ષેપથી તે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર થયા નહતા. આ નિર્ણય અશોક ગહેલોતે જ લેવાનો છે કે તે રાજસ્થાન છોડીને દિલ્હી આવે.

ગહેલોત મહાસચિવ સંગઠન તરીકે દિલ્હી જરૂર ગયા હતા પરંતુ રાજસ્થાનની ચૂંટણી આવતા જ તેમણે પોતાની સક્રિયતા વધારી દીધી હતી અને પછી સીએમ પદનો દાવો પણ કર્યો હતો.

Agehlot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *