વડોદરા
દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ ૩ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આ દરમિયાન સ્પાય કેમેરા, પીડિતા, કાનજી મોકરિયા અને અશોક જૈન સહિતના મુદ્દે આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની પણ શક્યતા છે.પીડિતાએ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ વચ્ચે આજવા રોડની સહારાની ૩૦૦ કરોડની જમીનની ડીલ અંગે મિટીંગ થઇ હોવાનું અને તે મીટીંગ માટે અશોક જૈન તેને તેમની મર્સીડીઝમાં લઇ ગયો હોવાનું જણાવ્યું હતું .અશોક જૈને રાજુ ભટ્ટ સહારાની લેન્ડનો ઇન્વેસ્ટર છે તેમ કહી તેને ખુશ કરવા પણ કહ્યું હતું. પોલીસે જયારે રાજુ ભટ્ટને પકડયો ત્યારે શરુઆતમાં તો રાજુ ભટ્ટે આવી કોઇ ડીલ ના હોવાનું જણાવ્યું હતું પણ ત્યારબાદની પુછપરછમાં રાજુ ભટ્ટે જમીન માટે જમીન માટે અશોક જૈન સાથે વાત થઇ હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. જાે કે તપાસ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સહારાની જમીનની ડીલ અંગે અશોક જૈન પકડાશે ત્યારે જ પુરી માહિતી મળી શકશે. દુષ્કર્મ કેસનો મહત્વનો આરોપી અશોક જૈન હજું પણ ફરાર છે , તેણે આગોતરા જામીન અરજી મુકેલી છે. સોમવારે પોલીસ આ મામલે સોગંદનામુ કરશે . બીજી તરફ મામલામાં બુટલેગર અલ્પુ સિંધીનું પણ નામ બહાર આવ્યું છે જેથી પોલીસ તેને પણ શોધી રહી છે. અલ્પુ સિંધી વારસીયા અને વરણામાના ૨ ગુનામાં હાલ વોન્ટેડ છે અને તે પકડાશે ત્યારે આ મામલામાં પણ તેની પુછપરછ કરી નિવેદન લેવાશે આરોપીના વકીલે આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ અશોક જૈનને ૫ લોકોના નામનું લિસ્ટ મોકલ્યું હતું જેમાં અશોક જૈનનું નામ ૨ વખત અને તથા તેના પુત્રનું નામ અને કાનજી મોકરીયાનું નામ ઉપરાંત ગોધરા નજીકના ગામના એક વ્યક્તિનું પણ નામ લખેલું હતું. આ લિસ્ટ પૈકી કાનજી મોકરીયાને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અશોક જૈન હજુ ફરાર છે અને તેના પુત્રની પણ લાંબી પૂછપરછ થઇ હતી.પીડિતા દુષ્કર્મની ફરિયાદ ન કરી સમાધાન કરી લે તે માટે રાજુ ભટ્ટ દ્વારા અનેક વાર પ્રયાસો કરાયા હતા. જેમાં ક્રાઇમ બ્રાંચના તત્કાલિન પીઆઇ એ બી જાડેજાએ પણ ભૂમિકા ભજવી હોવાનું સપાટી પર આવ્યું હતું. જેને પગલે ડીસીપીને તપાસ સોંપાઇ હતી. જે પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સુપરત કરાયો હતો. જાે કે તપાસ રિપોર્ટની વિગતો જાણવા મળી શકી ન હતી.વડોદરાના ચકચારીભર્યા દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી પોલીસની તપાસમાં રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આરોપી રાજુ ભટ્ટ સામે સૃષ્ટિ વિરૃદ્ધના કૃત્યની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રેપ કેસના આરોપી રાજુ ભટ્ટના કેટલાક ફોટા વાઇરલ થયા હતા.જે ફોટા તેને બતાવી પૂછપરછ કરાતાં રાજુ ભટ્ટ પડી ભાંગ્યો હતો અને પીડિતા સાથે બે વાર સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યાંની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તે અંગેની કલમ ઉમેરી તપાસ શરૂ કરી હતી. બળાત્કારનો ભોગ બનેલી પીડિતાને આરોપી અશોક જૈને જે નિસર્ગ કોમ્પ્લેક્ષનો ૯૦૩ નંબરના ફ્લેટ ભાડે અપાવ્યો હતો. આ ફ્લેટમાં લગાવવામાં આવેલા સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ પોલીસ હજી સુધી પોલીસને મળ્યું નથી. આ મેમરી કાર્ડ પોલીસને મળે તો મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે. દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટની ધરપકડ થયા બાદ અશોક જૈન પણ જલ્દી જ પકડાઇ જશે, તેમ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ફરિયાદ થયાના ૧૫ દિવસ થવા છતાં પોલીસ અશોક જૈન સુધી પહોંચી શકી નથી. આ દરમિયાન આવતીકાલે સોમવારે અશોક જૈનના આગોતરા જામીન અરજીની કોર્ટમાં સુનાવણી થવાની છે. પિડીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે ટીવી ઉંચું કરી તેને માર્યું હતું જેથી પિડીતાને જમણા પગમાં વાગ્યું હતું ત્યારબાદ રાજુ ભટ્ટે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન આ ટીવી તુટેલી હાલતમાં કબજે કર્યું હતું. સ્થળ પરથી પોલીસને તુટેલી હાલતમાં ટીપોય મળી હતી. તેમજ સ્પાય કેમેર લગાવેલુ બોર્ડ જે તૂટેલુ હતું તે રિપેર કરેલી હાલતમાં મળ્યું હતું.
