પટના: બિહારનું રાજકારણ (Bihar Politics) એક વખત ફરીથી ગરમાયું છે. વાસ્તવમાં રુપેશ સિંહ હત્યા કેસે (Rupesh Singh Murder Case) મુખ્યમંત્રી (Bihar CM) નીતિશ કુમારની (Nitish Kumar) મુશ્કેલી વધારી દીધી છે. મીડિયા અને પ્રજાના પ્રશ્નોની નીતિશ કુમાર પરેશાન થઈ રહ્યાં છે. શુક્રવારે પણ હત્યા કેસમાં સવાલોથી પરેશાન CM નીતિશ કુમાર ભડકી ઉઠ્યા અને બોલ્યા- “શું જંગલ રાજ ભૂલી ગયા?”
ઉલ્લેખનીય છે કે, બિહારની રાજધાની પટનામાં ઈન્ડિગો એરલાઈન કંપનીના સ્ટેશન મેનેજર રુપેશ સિંહની હત્યાને (Indigo Manager Rupesh Singh Murder) 3 દિવસ થઈ ગયા છે, પરંતુ હત્યારાઓ હજુ સુધી પોલીસ પક્કડથી દૂર છે. આટલું જ નહીં, પોલીસને હત્યારાઓનું કોઈ પગેરુ સુદ્ધા મળ્યું નથી. જેને લઈને CM નીતિશ કુમારને (Nitish Kumar) પ્રશ્ન પૂછતા તેઓ ભડકી ઉઠ્યા હતા. નીતિશ કુમારે પત્રકારોને સામે પ્રશ્ન પૂછી લીધો કે, તમે જાણતા હોવ, તો બતાવી દો.
રુપેશ હત્યાકાંડ (Rupesh Singh Murder Case) પર પૂછવામાં આવતા પ્રશ્નોને નીતિશ કુમારે (Nitish Kumar) ખોટો પ્રશ્ન ગણાવતા કહ્યું કે, તમારો સવાલ ખોટો અને અયોગ્ય છે. તમે જાણી લો, તમે પોલીસને આ પ્રકારે ડિમોરલાઈજ ના કરશો. પોલીસ કામ કરી જ રહી છે. તમે ધ્યાનથી જુઓ. તમને જ પૂછીએ છીએ કે, 2005 પહેલા શું હતું. કેટલી હિંસા? કેટલા ગુના? જંગલરાજ ભૂલી ગયા કે શું?
શું આજે તેવી સ્થિતિ છે. દર વર્ષે ક્રાઈમ રેટના આંકડા જાહેર થાય છે. બિહાર ગુનાખોરી મામલે 23માં ક્રમે છે. રુપેશની હત્યા (Rupesh Singh Murder Case) પર દુ: થાય છે. આ કેસ સ્પીડ ટ્રાયલ કરાવાશે. DGPએ મને વચન આપ્યું છે અને મને વિશ્વાસ પણ છે.
પત્રકારોના બહાને લાલૂ-રાબડી પર સાધ્યુ નિશાન
નીતિશ કુમારે (Nitish Kumar) પત્રકારો પર ભડકવાના બહાને એક વખત ફરીથી લાલૂ-રાબડી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તમે કોના સમર્થક છો? હું તમને સીધુ પૂછી રહ્યો છું કે, લાલૂ-રાબડીના રાજમાં કેટલા ગુના થયા? તમે તેને કેમ હાઈલાઈટ નથી કરી રહ્યાં?
નીતિશ કુમારે કહ્યું કે, હત્યા (Rupesh Singh Murder Case) પાછળ કોઈને કોઈ કારણ હોય છે. સ્પેશિયલ ટીમ કેસની તપાસ કરી રહી છે. રુપેશ સિંહના હત્યારાઓને બક્ષવામાં નહીં આવે.
જણાવી દઈએ કે, મંગળવારે રુપેશસિંહની ઘાતકી હત્યા (Rupesh Singh Murder Case) કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી નીતિશકુમારે (Nitish Kumar)આ મામલે આરોપીઓને જલ્દી ઝડપી લેવા માટે DGPને આદેશ આપ્યાં છે. રુપેશની હત્યાના બે દિવસ બાદ પણ પોલીસને આરોપીઓના કોઈ સઘડ નથી મળ્યા. જો કે પોલીસ નિષ્પક્ષ અને ઊંડી તપાસનો દાવો જરૂર કરી રહી છે.
