એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, સાવરકુંડલા ટાઉનમાં દારૂગડા શેરીમાં એક ઇસમ પોતાના મોબાઇલફોન ઉપર DPBOSS.NET નામની વેબસાઇટ ઉપર વરલી મટકાંનો બજાર ભાવ જોઇ, મોબાઇલ ફોન દ્વારા ગ્રાહકો સાથે વાત-ચીત કરી પૈસાની લેતી-દેતી કરી, વરલી મટકાંનો જુગાર રમી રમાડે છે. જે બાદ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી પુનિત રાજુભાઇ સુચક (ઉં.વ.૩૨)ને રોકડા રૂ.૧૨,૨૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલકિં.રૂ.૨૨,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને વધુ કાર્યવાહી માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.કરમટા, પી. એન.મોરી તથા એલ.સી.બી ટીમ દ્વારા કરવામા આવી હતી.


