Gujarat

રેતી ચોરી તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે  ભુમાફીયા ઇસમને બોટાદ જીલ્લામાંથી તડીપાર કરતી  રાણપુર પોલીસ ટીમ

 અશોકકુમાર યાદવ પોલીસ મહાનીરીક્ષક ભાવનગર રેન્જ, ભાવનગર તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા એ ગુન્હાહિત પ્રવુત્તિ સાથે સંકળાયેલ માથાભારે ઇસમો વિરૂધ્ધ તડીપાર દરખાસ્તો તૈયાર કરવાની સુચના આપેલ હોય જેથી વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન મુજબ જે તે વખતે રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી.સગર એ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય રહે તે સારૂ “રેતી ચોરી તથા મારામારીના” ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે ભુમાફીયા ઇસમ કાળુભાઇ ગભરૂભાઇ ઉર્ફે ગભુભાઇ સાટીયા (ભરવાડ) ઉ.વ.૨૨ રહે.દેરડી, તા.રાણપુર જી.બોટાદ વાળાની વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી મે.સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંત, બરવાળા ને મોકલી આપતા સંકેત પટેલ  સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંત, બરવાળા નાઓએ ઉપરોક્ત ઇસમને બોટાદ જીલ્લાઓની સમગ્ર હદમાંથી હદપારી કરવાનો હુકમ કરતા રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.ડી.કાલીયા તથા પોલીસ સ્ટાફના માણસોએ તા.૨૩/૧૦/૨૧ ના રોજ ઉપરોક્ત ઇસમને હુકમની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના લોયા ગામ ખાતે મોકલી આપેલ છે અને રાણપુર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જાળવવા માટે સાથ અને સહકાર આપવો અને કાયદો હાથમાં લેનાર તથા ગુનાઓ કરનાર ઇસમો સામે સખતાઇથી પગલા લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *