અમદાવાદ
અમદાવાદના બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાને લઇને અમદાવાદ મનપા કોર્પોરેશને કોર્ટ સમક્ષ વિગતો રજૂ કરી છે. અમદાવાદના બિસ્માર રસ્તાઓના રિસરફેસિંગ માટે છસ્ઝ્રએ ૧ ઓક્ટોબર ૨૦૧૮થી ૩૧ જુલાઇ ૨૦૨૧ સુધીમાં ૧૫ લાખ ૨૩ હજાર મેટ્રિક ટન હોટ મિક્સ વાપર્યું છે. જયારે રસ્તા અને બ્રિજાેના માઇક્રો સરફેસિંગ માટે ૧૬ લાખ ૫૭ હજાર મેટ્રિક ટન હોટ મિક્સ વાપર્યું છે તેમજ૧ ફેબ્રુઆરી ૨૦૨૦થી ૩૧ જુલાઇ ૨૦૨૧ સુધીમાં ૧૩ હજાર ૬૦૦ જેટલા રખડતા ઢોર પકડ્યા તો ૭૪ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો.આ જ સમયગાળામાં ૭૨૦૦થી વધુ નવા પશુઓનું રેડિયો ટેગીંગ કરાયું.