Gujarat

લગ્ન સિઝન વચ્ચે કેટરિંગથી લઈ ડેકોરેશન પર ૧૮ ટકા જીએસટી લગાવવામાં આવે છે

અમદાવાદ
લગ્ન પ્રસંગના મુખ્ય ખર્ચમાં કપડાં-ફૂટવેર, જ્વેલરી, મેરેજ હોલ, મંડપ, ડેકોરેશન, વીડિયોગ્રાફી, બેંડવાજા, બ્યૂટી પાર્લર, કેટરિંગ, કંકોત્રી હોય છે અને આ તમામ પર જીએસટી લાગે છે. વિવિધ સર્વિસ પ્રોવાઈડર જે સેવાના ચાર્જ વસૂલે છે તેમાં જીએસટીનો સમાવેશ થઈ જ જતો હોય છે. જાે લગ્નમાં પાર્ટીપ્લોટ માટે અંદાજે રૂ. ૧.૫૦ લાખ ખર્ચ થાય તો તેની ઉપર ૨૭ હજાર જીએસટી લાગે છે. રૂ. ૫૦ હજારના મંડપ અને ડેકોરેશનના ખર્ચ પર ૯ હજાર જ્યારે જ્યારે કેટરિંગનું બિલ ૧.૫૦ લાખ હોય તો અંદાજે ૨૭ હજાર જીએસટી લાગે છે. આવી રીતે જ્વેલરીની રૂ. ૧.૫થી ૨ લાખની ખરીદી કરવામાં આવે તો રૂ. ૩થી ૪ હજાર જીએસટી ભરવો પડે છે. ઓલ ઈન્ડિયા કેટરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું, બેન્કવેટ કે પાર્ટી પ્લોટ માટે સામાન્ય રીતે ૫ લાખ સુધી ખર્ચ થતો હોય છે અને તેના પર ૧૮ ટકા જીએસટી લાગે છે. જ્યારે આહાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે કહ્યું કે, લગ્નમાં કેટરિંગ સેવાને કોર્પોરેટ ઈવેન્ટ ગણવામાં આવે છે અને ૧૮ ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હોય છે. એ જ રીતે ડેકોરેશન, બ્યુટી પાર્લર, ટેક્સી સર્વિસ સહિતની સેવાઓ પર પણ ૧૮ ટકા લેખે જીએસટી ભરવો પડે છેલગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે, લગ્ન દીકરાના હોય કે દીકરીના પણ દરેક ધામધૂમથી લગ્ન કરવા માંગે છે. લગ્નમાં થતા વિવિધ પ્રકારના ખર્ચમાં જીએસટી પણ સામેલ હોય છે. જાે એક લગ્ન પાછળ અંદાજે ૭થી ૮ લાખનો ખર્ચ થાય તો તેના પર લગભગ રૂ.૧ લાખ જીએસટી લાગતો હોય છે.

GST.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *