Gujarat

લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232જે (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા પીસ પોસ્ટર પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું

વિશ્વની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા અને સેવા પરમો ધર્મ ને સાચા અર્થ માં ચરિતાર્થ કરતી લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232જે (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા સમાજ ઉપયોગી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે બાળકો ની પ્રતિભાની ખીલવણી અને સર્વગ્રાહી વિકાસ માટે વિશેષ દર વર્ષની જેમ આ વર્ષે પીસ પોસ્ટર (ચિત્ર સ્પર્ધા) પ્રતિયોગીતા નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ૧૧ થી ૧૩ વર્ષના બાળકોની હોય છે. જેમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર-કચ્છ ના જુદા-જુદા ગામ તથા જીલ્લા જેમ કે અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જસદણ, આદિપુર, ભુજ વગેરે મા આ પ્રતિયોગિતાનું આયોજન કરી તેમાં પસંદગી પામેલ સૌરાષ્ટ્ર-કચ્છના બધા સ્પર્ધકો વચ્ચે પીસ પોસ્ટર પ્રતિયોગિતાનું આયોજીત કરવામાં આવેલ. આ ચિત્ર સ્પર્ધા માં સૌરાષ્ટ્ર-કચ્છના બાળકો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો હતો તથા  આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર બધા સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર તથા ભેટ આપી બિરદાવવામાં આવ્યા હતા
      આ સ્પર્ધાનું આયોજન સંજોગ ન્યુઝ, કેરિયા રોડ, અમરેલી ખાતે કરવામાં આવેલ જેમાં લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232જે (સૌરાષ્ટ્ર-કચ્છ)ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF લાયન વસંતભાઈ મોવલીયા, લા. સંજયભાઈ રામાણી (ડિસ્ટ્રીક્ટ ચેરમેન), લા. વિજયભાઈ ગુંદણિયા (રિઝનલ ચેરમેન), લા. મુકેશભાઈ કોરાટ, લા. કાંતિભાઈ વધાસિયા, લા. એમ.એમ પટેલ, દિવ્યેશભાઈ વેકરીયા, ડિસ્ટ્રિક્ટ તથા સૌરાષ્ટ્ર-કચ્છની વિવિધ ક્લાબોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા હોસ્ટ કરવા આવેલ તથા સ્પર્ધા ને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના તમામ સભ્યોએ ખૂબ મહેનત કરવામાં આવેલ તેમ લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ ના સેક્રેટરી લાયન વિજય વિ. વસાણી દ્વારા જણાવવામાં આવેલ..
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211124-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *