ગુજરાત મા અમુક શહેર, અને ગામડાઓ મા ચિકનગુનીયા ની તકલીફ શરૂ થઈ ગયેલ છે ત્યારે ચિકનગુનિયાના પ્રતિકાર માટે શ્રી શ્રી હોમીયોપેથિક ક્લિનિક, આનંદવાટીકા,
તથા ભગિની મંડળ ભાવનગર ના સહયોગ થી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્રારા નિઃશુલ્ક હોમીયોપેથિક દવા વિતારણ કેન્દ્ર, દુકાન નં 25, શ્રી શ્રી મોલ, જિલ્લા પંચાયત કચેરી ગેટ સામે, અમરેલી ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ લોકોને મળી રહ્યો છે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા હજુ વધુ લોકો ને લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમની શરૂઆત લા. દિનેશ કાબરીયા, લા. વિજય વસાણી, લા. અરુણ ડેર, લા. રિતેશ સોની, લા. દિવ્યેશ વેકરિયા તથા લા. ઉમેશ દુધાત દ્વારા કરવામાં આવી હતી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


