Gujarat

લીલીયા તાલુકા ભાજપા મહામંત્રી તરીકે શ્રી વીછીયા અને સાવજ ની વરણી કરાઈ

લીલીયા મોટા તાલુકા ભાજપ ટિમ માં મહામંત્રી તરીકે સહુ પ્રથમ જીગ્નેશ સાવજ ની વરણી કરાઈ જીગ્નેશ સાવજ બે ટર્મ થી આંબા ગામ માં સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ છે અને સાથે સાથે એડવોકેટ અને પૂર્વ યુવા ભાજપ પ્રમુખ પણ રહીચુકેલા અને એ સમયે ખૂબ સારી કામગીરી પાર્ટી માટે કરેલ હોય એમના ફળ સ્વરૂપે એમની લીલીયા મોટા તાલુકા ભાજપ મહામત્રી તરીકે વરણી થયેલ છે તેવી જ રીતે લીલીયા ના કુતાના ગામ ના વતની અને ટિમ ભાજપા ના અગત્ય ના કાર્યકર્તા અને સતત લોકો વચ્ચે રહેનારા ને બે ટર્મ પોતે સરપંચ તરીકે ચૂંટાયેલા અને ગ્રેજ્યુટ એવા ગૌતમભાઈ વીછીયા ની વરણી કરવા માં આવેલ છે આ બને યુવા  મહામત્રી ને એમના મિત્રો સગા સ્નેહી જનો અને લીલીયા તાલુકા ભાજપ પરિવાર તરફ થી પ્રમુખ ભનુભાઈ ડાભી પૂર્વ પ્રમુખ ચતુર ભાઈ કાકડીયા અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તેમજ તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા રાશીભાઇ ડેર તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સદસ્યો અને સાથી કાર્યકરો દ્વારા  અભિનંદન ની વર્ષા કરવા માં આવી રહી છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20211031-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *