Gujarat

,લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા રંગપુર પો.સ્ટે. વિસ્તારમાંથી કિ.રૂ.૯૪,૫૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા.

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે મધ્યપ્રદેશ રાજયમાંથી એક ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખડકવાડા ચોકડી પાસેથી પસાર થનાર છે. જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ખડકવાડા ચોકડી પાસે પ્રોહી વોચ નાકાબંધી કરી બાતમી હકીકત મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી લઇ તેમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઇસમોને કુલ કિ.રૂ.૩,૦૫,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *