લોધીકા તાલુકાના ખીરસરા ગામ નજીક પશુ ચવરવાની ખુલ્લી જગ્યા ઉપર ઉધૌગીક વસાહત નો કેમિકલ્સ વાળો કચરો નાખવા મા આવતો હોય જેમાં ખીરસરા ગામ ના ભરવાડ બાબુભાઈ ના 10 થી 15 પશુઓ દરરોજ નિત્યનિયમ મુજબ ચારો ચરવા જતા હોય જેથી તેમાથી એક ગાય તેમજ ત્રણ વાછરૂ(ઓળકી) ગાયોના મૃત્યુ નિપજેલ છે તેમજ ૩થી ૪ ગાયો બિમાર છે જેની સારવાર ચાલી રહેલ છે પશુડોકટર ને બોલાવતા પશુના મૃત્યુ નું કારણ કેમિકલ્સ યુક્ત આહાર હોવાનું જાણવા મળેલ છે તેવુ ખીરસરા ગામ ના પશુપાલન ભરવાડ બાબુભાઈ જણાવે છે અને આ ગાયોના મૃત્યુ ની જાણ લોધીકા પોલીસ ને કરવામાં આવેલ છે તેવું પશુપાલન ભરવાડ બાબુભાઈ એ જણાવ્યું હતું.ઉદ્યોગિત વિસ્તારો મા ખુલ્લા મા કેમિકલ વાળો કચરો ફેંકતી કંપની ઓ સામે તંત્ર કાર્યવાહી વહેલી તકે કરે તેવી લોક માંગ ઉઠી છે.