કિરીટ પટેલ ની જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન તરીકે વરણી થતાં કરાય ઉજવણી…
જુનાગઢ જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ કિરીટ પટેલ ની જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન તરીકે વરણી ના ભાગરૂપે વંથલી શહેર/તાલુકા ભાજપ પરિવાર દ્વારા ગઈકાલે વંથલી શહેરના હાર્ડ સમા મેમણપ્લાઝા ચોક ખાતે ફટાકડા ફોડી આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ના પ્રસંગે વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ
જેઠવા,તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ ડાંગર,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કેસૂરભાઈ મેત્તર,ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ ઠુંમર,વંથલી નગરપાલિકા પ્રમુખ શ્રી કેતનભાઈ કલોલા,તાલુકા આગેવાન શ્રી કાંતિભાઈ કાબા,પ્રવીણભાઈ સાંગાણી,તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ જાદવ,શહેર યુવા ભાજપ પ્રમુખ વત્સલ ભાઈ શોભાસણા,દલિત આગેવાન નાનજીભાઈ વાણવી,હાર્દિકભાઈ વાણીયા,કલ્પેશ સારિખડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:હાર્દિક વાણીયા વાણીયા


