જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી, જનનેતા,લોકસેવાના અભિગમને જીવનમંત્ર બનાવનાર માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા સંચાલિત ડો.સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા આજરોજ વંથલી ખાતે ફ્રી સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.ત્યારે પંથકના લોકો દ્વારા બહોળી સંખ્યામાં આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો.હોસ્પિટલ ના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ખુબ જ સારી સેવા આપવામાં આવી હતી.આ કેમ્પમાં વંથલી શહેર ભાજપ પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ જેઠવા,નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ વાજા,પાટીદાર અગ્રણી શ્રી જીતુભાઈ રોજીવાડિયા,કેતનભાઈ કલોલા,લઘુમતી સમાજ અગ્રણી શ્રી યાસીન ભાઈ અગવાન,તાલુકા ભાજપ અગ્રણી શ્રી પ્રવીણભાઈ સાંગાણી,અશોકભાઈ છૈયા અને અન્ય આગેવાનો દ્વારા કેમ્પની મુલાકાત લઇ કેમ્પને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :હાર્દિક વાણીયા વંથલી


