જુનાગઢ જિલ્લાના વંથલીમાં દલિત સમાજ વંથલી ના યુવાનો કૉંગ્રેસ પક્ષ થી નારાજ થઈ પક્ષ સાથે છેડો ફાડી મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા.ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદર વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જવાહર ભાઈ ચાવડા દ્વારા તમામ યુવાનો ને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકારવામાં આવ્યા હતા.આવનારી વિધાનસભા 2022 પહેલા જ કોંગ્રેસ પક્ષમાં ગાબડું પડતાં અને ભાજપ પક્ષમાં મોટી સંખ્યામાં દલિત સમાજ વંથલી ના યુવાનો જોડાતા વંથલી તાલુકા ભાજપ અને શહેર ભાજપ પરિવારમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો….