જુનાગઢ જિલ્લા ના વંથલી શહેર માં સમસ્ત બ્રહ્મ સમાજ વંથલી દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત કરતા પહેલા છેલ્લા બે વર્ષમાં સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના મહામારી જેવી ભયંકર બીમારીમાં મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાંજલી આપી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જ્ઞાતિ ઉત્કર્ષ તેમજ વિદ્યાર્થી મિત્રો યુવાનો ના ઉત્કર્ષ વિશે ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ અગ્રણી શ્રી ડો.પુરોહિત સાહેબ ,પ્રફુલભાઈ ત્રિવેદી,જોગેશભાઈ પુરોહિત,દિલીપભાઈ મહેતા સહિતના અન્ય જ્ઞાતિજનો ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન શ્રી ધિરેનભાઈ પુરોહિતે કર્યું હતું.કાર્યક્રમના અંતે આભારવિધિ શ્રી દિલીપભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમ પુર્ણ કરી જ્ઞાતિભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ
હાર્દિક વાણીયા વંથલી


