ગોવા
૧૯ ડિસેમ્બરના રોજ ભારતીય સેનાએ ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરાવવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશન વિજયને સફળ જાહેર કર્યું હતું. આ કારણે દર વર્ષે ૧૯ ડિસેમ્બરે ગોવામાં ‘ગોવા મુક્તિ દિવસ’ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગોવા મુક્તિ દિવસ’ નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા ઉપરાંત ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ઉદ્ઘાટન કરશે. આ સાથે, ગોવાના લોકોને તબીબી સુવિધાઓ માટે બહાર જવાની ફરજ પડશે નહીં. તેનું નિર્માણ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કરવામાં આવ્યું છે. તેના નિર્માણમાં લગભગ ૩૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર ગોવામાં આ એકમાત્ર અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે ઉચ્ચ સ્તરની સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડે છે. અહીં એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલીસીસ વગેરે જેવી વિશેષ સેવાઓનો લાભ લઈ શકાય છે. સુપર સ્પેશિયાલિટી બ્લોકમાં ઁસ્-ઝ્રછઇઈજી હેઠળ ૧૦૦૦ ન્ઁસ્-ઁજીછ પ્લાન્ટ્સ પણ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોવાની મુલાકાત લેશે. તેઓ ગોવા મુક્તિ દિવસ પર શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઁસ્ નરેન્દ્ર મોદી ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન વિજય’ના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરશે. આ ઉપરાંત તેઓ નવીનીકરણ કરાયેલ અગૌડા જેલ મ્યુઝિયમ, ગોવા મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટી સેક્શન અને ન્યૂ સાઉથ ગોવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. ભારતીય સેનાએ ૧૯૬૧માં ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા ઓપરેશન વિજયની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ગોવા સ્વતંત્ર થયું. આ સાથે વડાપ્રધાન બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટની ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’નો શિલાન્યાસ કરશે. નોંધનીય છે કે ગોવામાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાનની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
