Gujarat

વડોદરાના તરસાલી બ્રિજ પાસે કારમાં આગ લાગી ઃ તમામ સુરક્ષિત

વડોદરા
મોડી રાત્રે તરસાલી બાયપાસ પાસે કારમાં લાગેલી આગને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પેટ્રોલ સંચાલિત કાર હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જાેતજાેતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. અને કાર બળીને ખાખ થઇ ગઇ હતી. કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આ બનાવમાં પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.ગુરૂવારે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારની કારમાં વડોદરાના તરસાલી બાયપાસ બ્રિજ પાસે આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં દંપતી અને તેમના પુત્રનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ પર પહોંચી ગયા હતા. જાેકે, કારમાં લાગેલી આગ કાબુમાં આવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કાર માલિકે જણાવ્યું હતું કે, મારો અને મારા પરિવારનો બીજાે જન્મ થયો હોય તેમ લાગે છે. વડોદરા શહેરના મકરપુરા ગામ સ્થિત દિવાન ફળિયામાં રહેતા મોહસીનભાઈ સલીમભાઈ ઘાંચી પોતાની કારમાં પત્ની અને પુત્ર સાથે પ્રતાપનગર રેલવે કોલોનીમાં મિત્રને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યાના સુમારે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન તરસાલી બાયપાસ બ્રિજ પાસે કારમાં એકાએક આગ ફાટી નીકળતા પરિવાર સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી ગયો હતો. પરિણામે પરિવારનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા લાશ્કરો દોડી ગયા હતા અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જાેકે, કારમાં લાગેલી આગ કાબુમાં આવે તે પહેલા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. કારમાં લાગેલી આગ અંગે કાર માલિક મોહસીનભાઈ ઘાચીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી સમયે મિત્રને તરસાલી બાયપાસ પાસે ડ્રોપ કરીને હું પરિવાર સાથે મારા ઘરે જવા નીકળી રહ્યો હતો. કારનું સ્ટાર્ટર મારતા જ એકાએક કારના બોનેટમાં સ્પાર્ક થતાંની સાથે આગ ભભૂકી ઉઠી હતી. બોનેટમાં આગ લાગતાની સાથે હું તેમજ મારા પત્ની અને પુત્ર કારમાંથી નીચે ઉતરી ગયા હતા. અને જાેતજાેતામાં કારમાં લાગેલી આગ વિકરાળ બની ગઈ હતી. સદભાગ્યે અમારો આબાદ બચાવ થયો હતો. જાે અમે સમય સૂચકતા વાપરીને ઊતરી ન ગયા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

A-fire-broke-out-in-the-car-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *