Gujarat

વડોદરાના પાદરના સાંપલા ગામમાં યોગેશભાઈ પટેલનો વિજય

વડોદરા
વડોદરા તાલુકાની દશરથની એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે મતગણતરી થઇ રહી છે. આ ઉપરાંત પાદરા, કરજણ, શિનોર, ડભોઈ, વાઘોડિયા, સાવલી અને ડેસર સહિત તાલુકા કક્ષાએ આઠ સ્થળોએ ૨૭ હોલમાં કરવામાં આવી રહી છે. મતગણતરી માટે ૧૩૬ ટેબલ રાખવામાં આવ્યા છે. દશરથ બ્રિજના છેડા પાસે આવેલી એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે અનગઢ, કોટણા, દામાપુરા, સાંકરદા, નંદેસરી, ધનોરા, બાજવા, તલસટ, ખલીપુર, મારેઠા અને સયાજીપુરા ગામની ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાનની મતગણતરી થઇ રહી છે. શહેર પોલીસ કમિશનરે દશરથ બ્રિજ નીચેથી ફર્ટીલાઈઝર બ્રિજ સુધી રોડની બન્ને તરફ વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે.વડોદરા જિલ્લામાં ૨૬૦ ગ્રામપંચાયતોમાં સરપંચ સહિત ૧૪૯૪ વોર્ડની સામાન્ય અને બે ગ્રામપંચાયતોની પેટા ચૂંટણી રવિવારના રોજ પુરી થઈ હતી. જેની મતગણતરી આજે સવારે ૯ વાગ્યાથી વડોદરા સહિત ૮ સ્થળો પર ૨૭ હોલમાં શરૂ થઇ છે. જેમાં વડોદરા તાલુકાના હિંગલોજ ગામના જયશ્રીબેન રબારી સરપંચ પદે ચૂંટાયા છે અને ઉટિયા મેહાદ ગામના સરપંચ તરીકે નટવરસિંહ રાયસિંહ ચૌહાણનો વિજય થયો છે. મતગણતરી માટે ૬૬૮ મત ગણતરી સ્ટાફ, ૪૬૪ પોલીસ સ્ટાફ, ૬૫ આરોગ્ય કર્મીઓ સહિત ૧૬૪ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ૨૦૧૬માં ૨૬૩ પંચાયતોની ચૂંટણી થઇ હતી. જેની ગણતરી ૨૧ કલાક ચાલી હતી. આ વખતની ગણતરીમાં પણ બેલેટ હોવાથી બીજા દિવસે પરિણામ જાહેર કરાય તેવી શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *