Gujarat

વડોદરાના ફરતા પશુ દવાખાનાના કારણે જર્સી ગાયનો જીવ બચ્યો

વડોદરા
વડોદરા જિલ્લામાં પશુઓની જીવાદોરી ફરતું પશુ દવાખાનું (સ્ફડ્ઢ) દ્વારા અત્યાર સુધીમાં ૬૨૨૧૦ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ય્ફદ્ભ ઈસ્ઇૈં અને ગુજરાત પશુ પાલન વિભાગના સહયોગથી ૧૭ ફરતા પશુ દવાખાના (સ્ફડ્ઢ) કાર્યરત છે. અત્યાર સુધી ફરતા પશુ દવાખાના વેટનરી ડોક્ટર દ્વારા ૧,૫૦,૯૬૮ શિડ્યૂલ અને ઇમેરજન્સી દરમિયાન માલિકીના પશુઓનો જીવ બચાવ્યો છે. જેમાં ૧,૪૩,૯૪૨ શિડ્યૂલ દરમિયાન (ફાળવેલ ૧૦ ગામમાં) અને ઈમરજન્શીમાં ૭૦૨૬ પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે વડોદરા જિલ્લામાં કુલ મળીને ૧૭ ફરતા પશુ દવાખાના છે. જેમાં વડોદરા તાલુકમાં નંદેસરી, સિંધરોટ, રામનાથ,પાદરામાં મુવાલ, સરસ્વણી, કરજણમાં કણભા, કરમડી,શિનોરમાં આનંદી, વાણીયાદ, ડભોઇમાં કરનાળી, સીમલીયા, વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા, સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ, વરસડાનો સમાવેશ થાય છેવડોદરા જિલ્લામાં શિનોર તાલુકામા કાર્યરત સ્ફડ્ઢ-વાણીયાદ છણભોઈ ગામમાં એમ્બ્યુલન્સ પોતાની શિડ્યૂલ વિઝિટમાં હતા અને ત્યાં એક જર્સી ગાયનો માલિક આવીને ડો. હિમાનીને પોતાની જર્સી ગાય કે જેની કિંમત અંદાજે રૂ. ૪૦થી ૫૦ હજારની હોય છે. જર્સી ગાયની બીમારી અંગે જણાવતા ર્ડો હિમાની રાવિ અને પાયલોટ રાજેશભાઈ પગી બંને માલિકના ઘરે ગયા અને ત્યાં ઘોડી પર તેની ઓર ખસી ગઈ હતી જેને રીટેનશન ઓફ પ્લેસન્ટા કહેવાય, ડો. હિમાની અને પાયલોટ રાજેશભાઈ અને તેમની ટીમ ભેગા મળીને જર્સી ગાયની માટીને બરાબર બેસાડીને પ્રોપર સારવાર કરીને તેનો જીવ બચાવ્યો હતો. આમ ફરતું પશુ દવાખાનું શિનોર સહિત વડોદરા જિલ્લાના પશુ પાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું. પશુપાલકે ફરતા પશુ દવાખાના ર્ડો. હિમાની રાવિ અને પાયલોટ રાજેશભાઈ પગી અને તેમની ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Mobile-veterinary-clinic-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *