વડોદરા
વડોદરાની પરણિતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.લગ્નના ત્રણ-ચાર મહિનામાં મારા સાસુએ અમને સંતાન પેદા કરવા માટે કર્યું હતું અને હું ગર્ભવતી થતાં તમામ ખર્ચ પિયર પાસેથી કરવામાં આવે તેમ કહીને ત્રાસ આપ્યો હતો. હું ગર્ભવતી હતી. તે દરમિયાન મારી સાસરીમાં પૂજા રાખવામાં આવી હતી. આ સમયે મારા સાસુએ ૭૦થી ૭૫ લોકોનું જમવાનું મારા પાસે બનાવડાવ્યું હતું. આમ માનસિક અને શારીરિક ત્રાસના કારણે ગર્ભમાં સવા બે મહિનાના બાળકનું મોત થયું હતું. ગર્ભપાત કરાવ્યાના બે-ચાર દિવસમાં જ મારા પતિએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. અને મને બ્લીડિંગ થતું હોવા છતાં તેઓએ હવસ સંતોષી હતી. ત્યારબાદ હું ફરીથી ગર્ભવતી બની હતી, જેથી ડોક્ટરે મને આરામ કરવા માટે જણાવ્યું હતું. જેથી મારા સાસુએ કહ્યું હતું કે, તારા પિયરમાંથી ૫૦ લાખ રૂપિયા લઇને આવજે અને નહીં તો તને સળગાવીને જમીનમાં દાટી દઇશું.વડોદરા શહેરમાં શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે ૫૦ લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરણીતાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, પાયલટ પતિ દિવસ-રાત શારીરિક સંબંધ બાંધવા માટે મને દબાણ કરતા હતા અને મારી સાથે જાનવર જેવું વર્તન કરતા હતા. વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં રશ્મિકા(નામ બદલ્યું છે)એ વર્ષ-૨૦૧૩માં મારા લગ્ન વડોદરાના દાંડિયા બજાર ખાતે રહેતા સંગ્રામ શિવાજી પાલેકર સાથે હિન્દુ વિધિ પ્રમાણે થયા હતા. મારા પતિ પાયલટની નોકરી કરે છે. મારા પતિએ દબાણ અને ધમકી આપીને અમારા લગ્નનો તમામ ખર્ચ મારા પિયર પક્ષ પાસે કરાવ્યો હતો. લગ્ન પછી સાસરીમાં ગયા બાદ મને ખબર પડી હતી કે, મારા પતિને દારૂ પીવાની ટેવ છે, તેઓ દારૂ પીધા બાદ અપશબ્દો બોલીને મને ઢોર માર મારતા હતા મારા સાસુ પણ મને જાતિવાચક અપમાન કરતા હતા. જાેકે. સંસાર બચાવવા માટે હું બધુ મૂંગા મોઢે સહન કરતી હતી. અમારા લગ્ન જીવન દરમિયાન ૬ વર્ષનો પુત્ર છે. મારા પતિ સાસુની ચઢામણીથી મને અપશબ્દો બોલતા હતા અને મારી નાખવાની ધમકી પણ આપતા હતા. લગ્ન પછી મને ખબર પડી હતી કે, મારા પતિ ગુસ્સાવાળા, લાલચુ અને હવસખોર માનસિકતા ધરાવે છે. તેઓ દિવસ-રાત તેઓ મને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા અને મારી સાથે જાનવર જેવું વર્તન કરતા હતા. મારા પતિના આવા વ્યવહાર માટે સાસુને જાણ કરી હતી તો તેઓ કહેતા હતા કે, મારો દીકરો આવો જ છે તારે રહેવું હોય તો રહે હું તો તારા ઘરે જતી રહે. આ ઉપરાંત આરોપીઓ મને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા અને કહેતા હતા કે, અમારે મરાઠી છોકરી લાવવી હતી પણ કરોડપતિને ત્યાં લગ્ન કરાવવા હતા અને તારા જેવી છોકરી સાથે ફસાઈ ગયા. આ ઉપરાંત મારા પિતા પાસેથી ૫૦ લાખ રૂપિયા લાવવા માટે પતિ અને સાસુ દબાણ કરતા હતા. મારા પતિ શંકાશીલ સ્વભાવના હોવાથી લગ્નમાં મારી નોકરી પણ છોડાવી દીધી હતી.