Gujarat

વડોદરામાં એનઆરઆઈ પરિવારના બાળક પર સૂતળી બોમ્બ ફેંકાયા ઃ બાળકને ઈજા

વડોદરા
દિવાળીના તહેવારોમાં બનેલી આ ઘટના મામલે બે પક્ષે અરજીઓ મળી છે.જેમાં એનઆરઆઈ પરીવારનો આક્ષેપ છે કે, તેમના બાળક પર સુતળી બોંબથી હુમલો કર્યો હતો.જ્યારે સામે પક્ષે આક્ષેપ કરાયો છે કે, બોંબ ફોડતા હતા ત્યારે છોકરો વચ્ચે આવી ગયો છે. તહેવારો પુરા થતા બંને પક્ષે બોલાવીને તપાસ કરવામાં આવશે. વડોદરાની ગોત્રી નવનાથ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના ૧૨ વર્ષિય બાળક પર એક સાથે ૩ સુતળી બોમ્બ ફેંકાતા બાળકને ઈજાઓ પહોંચી હતી. જે મામલે એનઆરઆઈ પરિવારે રાજ્યના ગૃહમંત્રી અને ગોત્રી પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. જ્યારે સામે પક્ષે ફરિયાદ કરનારનો સંપર્ક થઈ શક્યો ન હતો. ગોત્રી નવનાથ સોસાયટીમાં રહેતા અમોલ બીનીવાલે મંજુસર જીઆઈડીસીમાં અમેરિકન કંપનીના સંચાલક છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમોલ બીનીવાલેએ ગોત્રી પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે. જેમાં દિવાળીની રાતે સોસાયટીમાં રહેતા કેટલાક અજાણ્યા લોકોએ તેમના ૧૨ વર્ષના બાળક અમન પર ત્રણ સૂતરી બોમ્બ ફેંકતાં હાથ, કાન અને આંખમાં ગંભીર ઈજા પહોચી હતી. અમનને સારવાર માટે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરોએ અમનના બંને કાનના પડદાઓને ઈજા પહોંચી હોવાનું અને આંખના વિઝનને પણ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ અમોલ બિનીવાલે સોસાયટીના સીસીટીવી પણ તપાસ્યા હતાં.જેમાં પણ અમન પર સુતળી બોંબ ફેકાયો હોવાનું નજરે ચઢ્યું હતું. જે બાદ એન.આર.આઈ અમોલ બિનીવાલે સીસીટીવી ફુટેજ અને ડોક્ટરી રિપોર્ટ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં પણ લેખીતમાં ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. એનઆરઆઈ પરિવારનો આક્ષેપ છે કે, શેર સિર્ટીફીકેટ મામલે જિલ્લા અને રાજ્ય રજિસ્ટ્રારે અમોલ બીનીવાલેની તરફેણમાં હુકમ કરતા સોસાયટીના સંચાલકો અંગત વેરભાવ રાખી પરિજનોને માનસિક રીતે હેરાન કરે છે. પોલીસે જણાવ્યું હતું કે, આ બનાવ સંદર્ભે અન્ય અરજી પણ આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *