Gujarat

વડોદરામાં ગાયકવાડી સમયનું હેરિટેજ બિલ્ડિંગ તોડી પડાયું

વડોદરા , તા.૨૯
આ જ ઈમારતને ૨૦૦૯માં હેરિટેજ મ્યુઝિયમમાં ફેરવવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.આ માટે શહેરની સંસ્થા હેરિટેજ ટ્રસ્ટ અને જિલ્લા વહિવટીતંત્ર વચ્ચે એમઓયુ કરાયુ હતું. આ પ્રોજેક્ટ માટે સાંસદની ગ્રાંટમાંથી બે કરોડ રુપિયા અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એક કરોડ રુપિયા ફાળવવાનુ નક્કી કરાયુ હતું. જાે કે એ પછી ૨૦૧૫ સુધી તેના પર કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હોતી. ૨૦૧૫માં જિલ્લા કલેકટર કચેરી દ્વારા આ બિલ્ડિંગને મ્યુઝિયમમાં ફેરવવા ફરી એક વખત પ્રયત્ન કરાયો હતો. જાે કે તેને પણ સફળતા મળી નહોતી.હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આગામી દિવસોમાં આ ઐતિહાસિક ઈમારતને જ તોડી પાડવામાં આવશે.મહારાજા સયાજીરાવ ગાયકવાડ મુંબઈની સફર કરવા માટે જે ટ્રેનના કોચનો ઉપયોગ કરતા હતાં તેને રેલવે સલૂનમાં પાર્ક કરવામાં આવતા હતાં. અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અમલની જવાબદારી સંભાળી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તાજેતરમાં આ બિલ્ડિંગનો કબ્જાે મેળવ્યો હતો. શહેરના પંડયા બ્રિજ અને રેલવે સ્ટેશન નંબર સાતની વચ્ચે આવેલી અને ૧૮૯૬માં બનાવાયેલી રેલવે શેડની આ ઈમારત તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાય તે પહેલા આ બિલ્ડિંગને ગ્રીન નેટ વડે પણ ઢાંકી દેવામાં આવી હતી.નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોનુ કહેવુ છે કે, બુલેટ ટ્રેન માટેના સૂચિત સ્ટેશનના વિસ્તારમાં આ ઈમારતનો પણ સમાવેશ થાય છે એટલે તેને હટાવવું જરુરી હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *