Gujarat

વડોદરામાં પોઝિટિવ કેસનો આંક ૭૨,૪૩૮ પર પહોંચ્યો

વડોદરા
વિદેશથી આવેલા દર્દીઓ સારવાર હેઠળ વડોદરા શહેરમાં હાલમાં વિદેશથી આવેલા દર્દીઓ પૈકીના પોઝિટિવ જાહેર થયેલા ૩ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ દર્દીઓની હાલત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, ૨૩મી નવેમ્બર બાદ વડોદરામાં વિદેશથી ૨૦૦૦થી વધુ મુસાફરો આવી ચૂક્યા છે. જે પૈકી ૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શનિવારે સવારે લંડનની એક યુવતી કોરોના પોઝિટિવ આવી હતી. જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. વડોદરા રૂરલમાં સૌથી વધુ ૨૬,૮૦૪ કેસ વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૪૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૪ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૩૪, ઉત્તર ઝોનમાં ૧૧,૮૬૨, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૭૫, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૦૪ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.ઓમિક્રોનના ખતરા વચ્ચે હોસ્પિટલ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓમિક્રોન માટે સયાજી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૪૩૮ પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૭૨૯ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ૮૬ થઇ વડોદરા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ નવા કેસ આવ્યા હતા. શહેરના ગોત્રી, તરસાલી, ભાયલી, છાણી, દંતેશ્વર, નવાયાર્ડ, ફતેપુરા, અકોટા, માંજલપુર અને માણેજામાં આ કેસ આવ્યા હતા. આ સાથે વડોદરા શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડ ૭૨,૪૩૮ પર પહોંચી ગયો હતો. સોમવારે ૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે ૩,૮૫૬ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ગત ૨૯મી નવેમ્બરે એક્ટિવ કેસોની સંખ્યા ૪૩ હતી, જે ૧૪ દિવસ બાદ વધીને ૮૬ થઇ ગઇ છે. આ દર્દીઓ પૈકી ઓક્સિજન પર ૬ દર્દીઓ અને વેન્ટિલેટર પર ૧ દર્દી છે. શહેરમાં મ્યૂકોરમાઇકોસિસનો એક પણ દર્દી નોંધાયો ન હતો. દિવસ દરમિયાન ૫ સર્જરીઓ કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં હાલમાં ૬ દર્દીઓ મ્યૂકોરમાઇકોસિસની સારવાર લઇ રહ્યા છે.

Omicron-Virus-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *