વડોદરા
વારસીયા પોલીસ સ્ટેશન ખાતે એક નાગરિકે જાણ કરી હતી કે, વારસીયા રીગરોડ ઉપર કલાવતી હોસ્પિટલ સામે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમા એક મહિલા બેભાન અવસ્થામા પડી છે.પોલીસને આ માહિતી મળતાં જ વારસીયા પોલીસ મથકની શી ટીમ ૧ મોબાઇલના ઇન્ચાર્જ વુમન લોક રક્ષક દિપીકાબેન મફતલાલ તથા માધવીબેન તથા ડ્રાઇવર લોક રક્ષક તળશાભાઇ દલાભાઇ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને બેભાન અવસ્થામાં મળી આવેલ મહિલાને પોલીસ મથકમાં લઈ આવ્યા હતા.પોલીસને કવિતાબેનના કપડા ફાટેલી હાલતમા હોઇ, જેથી વારસીયા શી-ટીમના કર્મચારી તેમજ ઇન્વેના કર્મચારી દ્વારા તેઓને તાત્કાલીક નવા કપડા તેમજ જમવા અંગેની વ્યવસ્થા કરી આપી હતી. તેઓના સરનામા ઉપર જઇ તપાસ કરતા તેઓના પરીવારના સભ્યો મળી આવતા તેઓને તેમના પરીવારના સભ્યોને સોપવામા આવ્યા હતા. તેમજ કવિતાબહેનની આર્થિક પરિસ્થિતી નબળી હોય તેઓને અલગ-અલગ સામાજીક સંસ્થાનો સંપર્ક કરી તેઓને અનાજ-કરીયાણાની કીટની વ્યવસ્થા કરી આપવામા આવી હતી. તેમજ ભવિષ્યમા પણ આર્થીક મદદ પૂરી પાડવાની બાહેધરી આપી હતી.વારસીયા પોલીસ મથકની શી ટીમ રેશમાબહેનને ઘરે મુકવા જતાં, ચાર સંતાનો માતાને જાેઇ ખૂશ થઇ ગયા હતા. પોલીસની સરાહનીય કામગીરીને પરિવાર અને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી. અને પોલીસ શી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.વડોદરાના વારસીયા રીંગરોડ ઉપર પોલીસને બેભાન અવસ્થામાં ચાર સંતાનની માતા મળી આવી હતી. જેથી વારસીયા પોલીસ મથકની શી ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા તેના પતિના મોત બાદ માનસિક તથા આર્થિક રીતે પડી ભાંગી હોવાનું સામે આવ્યું હતું. મહિલાને બાદમાં તેમના પરિવારને સોંપવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા માનસિક અસ્વસ્થ હોવાનું જણાયું હતું. દરમિયાન, તેઓનુ નામ અને સરનામું પુછતા મહિલાએ તેમનુ નામ કવિતાબેન(નામ બદલેલ છે)જણાવ્યુ હતું. તેમજ તેમના પરિવાર વિશે પૂછતા તેઓએ જણાવેલ કે, પતિનું ૬ વર્ષ પહેલા અવસાન થયું હતું. સંતાનમા ૪ બાળકો છે. અને આર્થિક પરિસ્થીતી સારી ન હોઇ, અને આવકનુ કોઇ સાધન ન હોઇ, જેથી માનસિક તણાવમા આવી ઘરેથી નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું.