વડોદરા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના લાભ રેસીડેન્સી આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી વીજ બીલ માં વધારો થઈ આવતા રહીશો વિફર્યા હતા અને માંજલપુર નાયબ ઈજનેરની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. મુખ્યમંત્રી આવાસ યોજનામાં મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે વીજ કંપની દ્વારા રીડિંગ ની ચોક્કસ નોંધ કર્યા વગર આડેધડ તોતિંગ વીજબીલ ફટકારવામાં આવ્યા છે. આ અંગે અગાઉ રજૂઆત કરતા મીટરના ચેકિંગમાં ૨૧૦૦ રૂપિયાની રકમનો તફાવત જણાય આવ્યો હતો. જે વીજ કંપની દ્વારા માફ કરવામાં આવ્યા છે. આ પ્રકારના અન્ય ઘણા બિલો છે. જેમાં પણ વીજ કંપનીની બેદરકારી છતી થાય છે તો વળી કેટલાક ગ્રાહકોને હજુ સુધી વીજ બિલ પણ મળ્યા નથી તો બીજી તરફ એમજીવીસીએલ માંજલપુર સબડિવિઝનના નાયબ ઈજનેરએ જણાવ્યું હતું કે વીજ બિલમાં રીડિંગ યોગ્ય લીધા ન હોવાની રજૂઆત છે અને કેટલાક ગ્રાહકોના બિલ વપરાશ કરતાં વધુ આવ્યા છે. ગ્રાહકની ફરિયાદ મળતાં અમે હવે ફરીથી રીડિંગ ચકાસીશું અને જરૂર જણાશે તો સુધારો પણ કરી આપીશું.વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં એમ.જી.વી.સી.એલ દ્વારા ચોક્કસ રીડિંગ વગર આડેધડ તોતિંગ બિલ ફટકારવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ વીજ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.


