Gujarat

વડોદરામાં ૧.૧૧ કરોડમાં બનાવેલ ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બુલેટ ટ્રેનના કારણે તોડી નંખાશે

વડોદરા
વડોદરા મહાનગરપાલિકા ટુરિસ્ટ્‌સને આકર્ષી શકવામાં ધરાર નિષ્ફળ જતા રાજ્ય અને કેન્દ્ર સરકારના મળેલી ગ્રાન્ટના નાણાં પાણીમાં ગયા છે. ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ હતી, ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આ ભવ્ય ઇમારત ઉપર હવે આગામી ટૂંક સમયમાં બુલડોઝર ફેરવી દેવામાં આવનાર છે. વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) એસ.કે. પટેલે જણાવ્યું હતું કે, રેલવે દ્વારા જમીન સંપાદન કરી લેવામાં આવી છે. આ ઇન્ફોર્મેશન સેન્ટર તોડી પાડવામાં આવશે અને આ ઇન્ફોર્મેશન સેન્ટર જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય તે માટે દામાજીરાવમાં ખસેડવામાં આવશે. અલબત્ત કોર્પોરેશને ઇન્ફોર્મેશન સેન્ટરનું બિલ્ડિંગ બનાવવા માટે ખર્ચેલા રૂપિયા ૧.૧૧ કરોડ રેલવે તંત્ર દ્વારા મજરે મળનાર છે. વર્ષ-૨૦૧૭માં કાર્યરત કરવામાં આવેલા ઇન્ફોર્મેશન સેન્ટર ૨૪ટ૭ ખુલ્લું રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. રૂપિયા ૧.૧૧ કરોડની માતબર રકમ બાંધકામ પાછળ ખર્ચો કર્યાં બાદ પાલિકાને આવક થવાની વાતો તો ઠીક. પરંતુ, આ સેન્ટરો લોકઉપયોગી થઈ ન હતી. સિટી બસ સ્ટેશન, એસ ટી ડેપો તથા રેલવે સ્ટેશનને અડોઅડ હોવા છતાં પણ આ સેન્ટર બિનઉપયોગી સાબિત થયું છે. દિવસ દરમિયાન કોઇ ટુરીસ્ટ માહિતી માટે આવતા ન હોવાથી કર્મચારીઓને સમય પસાર કરવો પણ મુશ્કેલ થઇ ગયો છે. જાેકે, હવે ઇન્ફોર્મેશન સેન્ટર ઉપર આગામી દિવસમાં બુલડોઝર ફરી જશે. ઉલ્લેખનિય બાબત એ છે કે, પાલિકા દ્વારા કોઇપણ જાતનો વિચાર કર્યાં વગર આડેધડ હાથ ધરાતા પ્રોજેક્ટનું આ પરિણામ છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત રેલવે સ્ટેશનની બાજુમાં ચાર વર્ષ પૂર્વે રૂપિયા ૧.૧૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સિટી ઇન્ફોર્મેશન સેન્ટર અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પાલિકાના અંધેર વહીવટના કારણે બાળ મરણ થઇ ગયું છે. નોંધનીય છે કે, આ ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવાનો મુખ્ય હેતુ વડોદરા શહેર બહારથી આવતા ટુરીસ્ટોને વડોદરાના જાેવાલાયક સ્થળ, સ્થળનું ડિસ્ટન્સ, શહેરની ખાસિયતો, ગાયકવાડી મિલકતની જાણકારી જેવી માહિતી પૂરી પાડવા માટેનો હતો. પરંતુ, આ ઇન્ફોર્મેશન સેન્ટરની ભવ્ય બિલ્ડિંગ ઉપર પસાર થનારી બુલેટ ટ્રેનના કારણે બુલડોઝર ફેરવાઇ જશે. જાેકે, કોર્પોરેશન એ વાતનો આનંદ લઇ રહી છે કે, કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવેલા નાણાં રેલવે તંત્ર તરફથી મજરે મળી જશે. જાેકે, નોંધનીય બાબત એ છે કે, સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતા તમામ નાણાં પ્રજાએ ભરેલા ટેક્સના નાણાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *