Gujarat

વડોદરા જિલ્લો ૧૦૦ ટકા ટેપ વોટર કનેક્ટેડ થયો

વડોદરા,
વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના ૩૯ ગામ તથા ૩૪ પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કુવાના સ્ત્રોત આધારીત વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાના અંદાજીત રકમ રૂ. ૧૨૬.૫૯ કરોડના કામો કરાયા છે. જેમાં મહી નદીનું પાણી વડોદરા તાલુકાના અનગઢ ગામે તથા ધનોરા ગામે મુખ્ય હેડવર્કસ ખાતે કુલ ૪૬ એમ.એલ.ડી ક્ષમતાના જળ શુધ્ધીકરણ પ્લાન્ટમાંથી પીવાનું શુદ્ધ પાણી જુદા-જુદા ૪ હેડવર્કસ સુધી લઈ જવા માટે આશરે ૧૫૧ કિમી પાઇપલાઇનનું નેટવર્ક પાથરવામાં આવી છે. જેની કામગીરી પુર્ણ થયેલ છે. આ યોજના દ્વારા હવેથી ૨.૪૨ લાખ વસ્તીને શુદ્ધ પીવાના પાણીનું લાભ મળનાર છે. જેનું લોકાર્પણ થશે. આજ પ્રકારે વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ ૨૧૧ ગામો માટે નવીન ૫ જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફત અંદાજીત રકમ રૂ. ૩૬૪.૮૦ કરોડના પ્રોજેકટનું આયોજન છે. જેના કામો હવે શરૂ કરવામાં આવનાર છે. જે તબક્કાવાર પૂર્ણ કરી ૪.૩૫ લાખ વસ્તીને શુદ્ધ પીવાના પાણીનું લાભ આપવામાં આવશે. આ યોજનાનું ખાતમુહૂર્ત કરાશે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશેમુખ્યમંત્રી સાવલી ખાતે રૂ.૧૨૬ કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે વડોદરા, સાવલી, ડેસર, કરજણના કુલ ૨૧૧ ગામો માટે ૩૬૫ કરોડની ૫ જુથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે વડોદરા જિલ્લાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી મંગળવારના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે અને તેની સાથે સાવલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને ૧૦૦ ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ-૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરાએ ૨૦૨૧માં જ સાકાર કરી લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૬ નવેમ્બરને મંગળવારે વડોદરા અને સાવલીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા શહેર ખાતે સંગઠન દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સહભાગી બનશે. એ પૂર્વે તેઓ વડોદરા જિલ્લાને ૧૦૦ ટકા નળજાેડાણ યુક્ત જિલ્લો જાહેર કરશે. તેની સાથે પાણી પુરવઠાની યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ‘હર ઘર નલ સે જલ’ ના યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં ૩,૨૬,૭૦૫ ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે અને આ તમામ ઘરોને રૂ. ૮૩૯૧ લાખની યોજનાઓ મારફતે ૧૦૦ ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *