ગુજરાત રાજ્ય વનવિભાગ દ્રારા વન્યપ્રાણી સપ્તાહની ઉજ્જવણીના ભાગરૂપે બોટાદ જિલ્લાના રાણપુરમાં વન વિભાગ દ્રારા વન્યપ્રાણી વિશે લોક જાગૃતિ આવે તે માટે રાણપુર શહેરમાં વન વિભાગ દ્રારા રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ સ્કુલ થી બસ સ્ટેશન ચાર રસ્તા સુધી વન્યપ્રાણી વિશે લોકોમાં જાગૃતિ આવે અને લોકો વન્યપ્રાણી પ્રત્યે સજાગ બને તે માટે વન વિભાગ અને રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ સ્કુલની વિદ્યાર્થીઓ દ્રારા રેલી યોજવામાં આવી હતી.જેમાં રાણપુર તાલુકા વન વિભાગના આર.એફ.ઓ.અનોપસિંહ.સી. ડોડીયા તેમજ કે.એસ.જોષી, એમ.જે.પરમાર વનરક્ષક તેમજ સુરેશભાઈ, ઇમરાનભાઈ સહીતના વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહીત શાળાના શિક્ષકો રેલીમાં જોડાયા હતા.લોકો વન્યપ્રાણી પ્રત્યે સજાગ બને તે માટે રાણપુર તાલુકા વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ….


