વલસાડ
રાજ્યમાં હેડ ક્લાર્કની લેવાયેલી પરીક્ષા પૂર્વે તેનું પેપર સોશ્યલ મીડિયામાં લીક થયું હતું. જેના વિરોધમાં ૨૦ ડીસેમ્બરના રોજ અમદાવાદ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલીયા, આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી સહિત પ્રદેશના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જે દરમ્યાન મ્ત્નઁના કાર્યકરો અને ભાડૂતી માણસો દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને નેતા ઇસુદાન ગઢવી અને કાર્યકરો ઉપર કરવામાં આવેલા દમનના વિરોધમાં ૨૩ ડીસેમ્બરના રોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રામ રોટી ચોક ઉપર પ્રતીક ધરણાં કરીને વિરોધ નોંધાવવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં રહેતા આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લાના અગ્રણીઓ અને કાર્યકરો કાર્યક્રમ યોજે તે પહેલા જ ડિટેઈન કરવામાં આવ્યા હતા. જેમાં વલસાડ જિલ્લા પ્રમુખ જીતુભાઇ દેસાઈએ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઘરેથી જ ડિટેન કરીને લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. વલસાડ જિલ્લાના પોલીસ મથકોએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. કાર્યકરોને વલસાડ જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદન પત્ર પણ આપવા જવા દેવામાં આવ્યા ન હતા. અમદાવાદના કમલમ ખાતે હેડ ક્લાર્કનું પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેમાં મ્ત્નઁના કાર્યકરો અને ભાડાના માણસો દ્વારા આપના નેતા અને કાર્યકર્તાઓ પર દમન ગુજારાયું હોવાનો આક્ષેપ કરાયો છે.જેના વિરોધમાં વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ૨૩ ડિસેમ્બરે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લા પોલીસે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરોને ડિટેન કરી લેવામાં આવ્યા હતા.