વલસાડ
વલસાડ જિલ્લા અને તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારો રાજકીય જંગ ખેલાયો છે. ૧૩ ડિસેમ્બર સુધી વલસાડ તાલુકાના નોડલ અધિકારી સમક્ષ આચારસંહિતાના ભંગની ત્રણ ફરિયાદ સામે આવી હતી. જેમાં તિથલ ખાતે પંચાયત દ્વારા નવા બાંકડા અને પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમજ ડુંગરી અને છરવાડા ગામમાં પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ સામે આવી હતી. નોડલ અધિકારીએ તાત્કાલિક સ્થળ વિઝીટ કરી તે છરવાડા અને ડુંગરી ખાતે તપાસ હાથ ધરી હતી.જેમાં છરવાડા અને ડુંગરી ખાતેથી આચારસંહિતાના ભંગની થયેલી ફરિયાદમાં અરજદારની ગેરસમજ સામે આવી હતી. નોડલ અધિકારીએ અરજદારો ની ગેરસમજ દૂર કરતા બંને અરજદારોએ ફરિયાદ પાછી ખેંચી હતી. જ્યારે તિથલ ગ્રામ પંચાયતમાં નોડલ અધિકારીએ તપાસ કરતા પંચાયત દ્વારા બાંકડા અને પેવર બ્લોક નાખવાની કામગીરી થતી હોવાનું સામે આવતા, ગ્રામ પંચાયત ચૂંટણીના તાલુકા નોડલ અધિકારી મ્ડ્ઢ વહિયાએ કામગીરી અટકાવી પ્રાંત અધિકારીને રિપોર્ટ કર્યો હોવાનું તાલુકા નોડલ અધિકારીએ જણાવ્યું છેવલસાડ જિલ્લા સહિત રાજ્યના ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરી છે. જે પૈકી ૨૨૯ ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતમાં રાજકીય ભવિષ્ય બનાવવા ઇચ્છતા ઉમેદવારોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. વલસાડ તાલુકાના તિથલ, ડુંગરી અને છરવાડા ખાતે આચાર સહિતાના ભંગની ફરિયાન તાલુકા નોડલ અધિકારીને કરવામાં આવી હતી. નોડલ અધિકારીએ સ્થળ મુલાકાત લઈને છરવાડા અને ડુંગરી ગામમાં ફરિયાદીને ઉભી થયેલી ગેરસમજ દૂર કરતા ફરિયાદ પરત ખેંચી લીધી હતી. જ્યારે તિથલ ખાતે ચેક કરતા ગ્રામ પંચાયત દ્વારા નવા બાંકડા અને પેવર બ્લોક લગાવવાની કામગીરી નોડલ અધિકારીએ અટકાવી પ્રાંત અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
