વાપી
વલસાડથી લઇ શિરડી સુધી પગપાળા જતાં સાંઇ ભક્તો માટે રસ્તામાં અનેક લોકો રહેવાની,જમવા સહિતની સુવિધા આપે છે. આગામી દિવસોમાં વધુ સાંઇ ભક્તો શિરડી જશે. કેટલાક મંડળો તો વર્ષોથી પદયાત્રાએ જાય છે. મોટી સંખ્યામાં યુવાનો જાેડાશે. વલસાડ જિલ્લાના સાંઇ ભક્તોમાં સાંઇબાબાના દર્શન માટે ઉમટી પડે છે.વલસાડ જિલ્લામાંથી શિયાળાના પ્રારંભ સાથે સાંઇ ભક્તો પર શિરડી પદયાત્રાએ નિકળવાનું શરૂ કર્યુ છે. વલસાડના શ્રી સાંઇ ચરણ મિત્ર મંડળના ૮૦ જેટલા સાંઇ ભક્તો સાંઇ પાલખી સાથે શિરડી સાંઇબાબાના દર્શન માટે પગપાળા જવા રવાના થયા હતાં. દર વર્ષે નવા વર્ષ બાદ સાંઇ ભક્તો શિરડી પદપાત્રાએ નિકળતાં હોય છે. રવિવારે સવારે વલસાડ,પારડી તથા આજુબાજુ વિસ્તારના સાંઇભક્તોનું ચીવલ રોડ પર સ્વાગત કરાયુ હતું. સાંઇ બાબાની આરતી બાદ સાંઇ ભક્તો શિરડી જવા નિકળ્યા હતાં. ચીવલ રોડ ખાતે શહેર ભાજપ ઉપપ્રમુખ ઉમેશ પટેલ,પ્રફુલ પટેલ,વસંત હળપતિ તથા સ્થાનિક આગેવાનોએ સાંઇ ભક્તો માટે વિવિધ વ્યવસ્થા કરી હતી.
