નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરશે. આના પહેલા કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પણ થશે. નિર્મલા સીતારમણ બજેટ સાથે સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. આ વખતે નાણામંત્રી વહી ખાતાની જગ્યાએ મેડ ઈન ઈન્ડિયા ટેબલેટ દ્વારા બજેટ રજૂ કરશે.
બજેટથી પહેલા શું બોલ્યા કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકૂર
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકૂરે બજેટથી પહેલા કહ્યું, “મોદી સરકારમાં નાણામંત્રીનો આ બજેટ જનતાની આશાઓ અનુસાર હશે. સબકા સાથ સબકા વિકાસ અને વિશ્વાસના મૂળમંત્ર સાથે ચાલનાર મોદી સરકારે મહામારીના સમયે આત્મનિર્ભર પેકેજ આપીને ભારતને એક નવી દિશા આપી અને અર્થવ્યવસ્થાને ઝડપી પાટા ઉપર પણ લાવ્યા. આ બજેટમાં પણ અમે જનતાની આશાઓ પર ખરા ઉતરીશું. આત્મનિર્ભર ભારત બનાવવા માટ વિશ્વ અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારત સતત આગળ વધે તેવી અમારી કોશિશ રહેશે.”
યૂનિયન બજેટ મોબાઈલ એપ પર બજેટના ડોક્યુમેન્ટ જોઈ શકે છે
નાણામંત્રીએ યૂનિયન બજેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા સાંસદ અને સામાન્ય જનતા બંનેને બજેટ ડોક્યુમેન્ટને સરળતાથી જોઈ શકે છે.
જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ એવા સમયે બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે, જ્યારે જીડીપી ઐતિહાસિક રીતે ઘટાડા તરફ વધી રહી છે.
આ વર્ષે અર્થવ્યવસ્થામાં લગભગ આઠ ટકા ઘટાડો થવાના સંકેત સામે આવી રહ્યાં છે પરંતુ આવતા નાણાકીય વર્ષમાં આમા 11 ટકા તેજી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.