Gujarat

વાહનો પાર્કિંગમાં મૂકી એસ.ટી.બસમાં પાવાગઢના ડુંગર પર જવાની ફરજ પડાઈ

પાવાગઢ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના પહેલા નોરતે માતાજીના મુખ્ય પરિષદમાં માતાજીના મંદિરની બારશાખ તેમજ સ્થંભની શાસ્ત્ર્રોક્ત વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટ ના પ્રમુખ ના હસ્તે પૂજા કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસ ના કામો ચાલી રહ્યા છે. જેમાં મંદિર ના મુખ્ય પરિષદને પણ મોટું કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજે આસો નવરાત્રીના પહેલા નોરતે માતાજી નો મુખ્ય મંદિરના દ્વાર શાખ તેમજ સ્થમ્ભ ની પૂજા શાસ્ત્ર્રોક્તવિધી વતન રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી મહાકાળી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શહીદ માતાજીના ભક્તો ઉપસ્થિતરહ્યા હતા.પંચમહાલ જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે અંદાજીત એક લાખ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે પાંચ વાગે નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જય ઘોષથી પરિસર ગુંજી ઉઠયું હતું. વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા સાથે ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. કોરોના કાળ દરમિયાન સતત ત્રણ નવરાત્રી દરમિયાન શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન માતાજીના ભક્તો માતાજીની આરાધનાથી વંચિત રહ્યા હતા. જાેકે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ નવરાત્રી દરમિયાન માતાજીના લાઈવ દર્શન તેમજ પાવાગઢ ખાતે વર્ચ્યુલ દર્શન કરાવવામાં આવ્યા હતા. જ્યારે ગુરૂવારના રોજ થી શરૂ થયેલ નવરાત્રી ના પ્રથમ નોરતાથી માતાજીના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવા માં આવતા માતાજીના ભક્તોમાં ખુશીની લહેર જાેવા મળી છે. આસો નવરાત્રિ ના પ્રથમ નોરતા એ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા ભક્તો આગલી રાતથી જ પગપાળા સંઘ, રથ લઈ પાવાગઢ તરફ્‌ પ્રયાણ કરતા જાેવા મળતા હતા. જાેકે વહેલી સવારે ૫.૦૦ કલાકે નીજ મંદિરના દ્વાર ખુલતા પહેલા મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે નીજ મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ જય માતાજી ના જયઘોષ કરતા મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. પાવાગઢ ખાતે તમામ વાહનો ધાબાડુંગરી થી વડા તળાવ તરફ્‌ ડાઈવર્ટ કરી પાર્કિંગ કરવામાં આવતા હતા જ્યારે ડુંગર ખાતે ખાનગી વાહનો પર પ્રતિબંધ હોય વાહનચાલકોને પોતાના વાહનો પાર્કિંગમાં મૂકી એસ.ટી.બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી. એસટી બસ દ્વારા ૨૪ કલાક ૪૫ બસ અવિરત પાવાગઢ તળેટી બસ સ્ટેન્ડ પાવાગઢ ડુંગર માંચી સુધી અપ ડાઉન કરવા માટે એસટી તંત્ર પણ સજજ બની ગયું છે. આ ઉપરાંત તળેટીથી ડુંગર સુધી ઠેર ઠેર સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી જેનું કંટ્રોલરૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું હતું આ ઉપરાંત પોલીસ દ્વારા જુદાજુદા પોઈન્ટ ઓ ગોઠવી વિડીયોગ્રાફી કરી યાત્રિકો પર બાજ નજર રાખવામાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *