Gujarat

વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ૧૦૦ નવા ચહેરા ઉતારશે

સાબરકાંઠા
૨૦૨૨ ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ૧૦૦ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ આપતાં પહેલાં ૫-૬ સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યોનું કામ જાેવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જાેયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે. આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને ધમકી આપી કે કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને લોટરી લાગી શકે છે. તો બીજી તરફ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા સહકારી નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે અને પછી ધરાસભ્યને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે ભાજપ (મ્ત્નઁ) પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર ના મોતીપુરા ખાતેથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાઈક રેલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,સરદાર પટેલની પ્રતિમા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા પરંતુ રેલીનું પ્રસ્થાન જ્યાંથી થયું ત્યાં મહાત્મા ગાંધીની પણ પ્રતિમા હતી. પરંતુ ગાંધીજી ની પ્રતિમાને ફુલહાર કરવાનું ચુક્યા હતા. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ સભા સંબોધી હતી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી.તો સહકારી ક્ષેત્રે પણ ભાજપ (મ્ત્નઁ) નો દબદબો રહ્યો હોવાની વાત પણ કરી હતી અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી હતી અને ભૂલમાં પણ પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભૂલના કરે એવો દાવો કર્યો છે તો મુદ્રા પોર્ટ ટ્રેડ એવાઇસરી દ્વારા ૧૫ નવેમ્બર થી ત્રણ દેશમાં કાર્ગો હેન્ડિંગ નહીં કરવામાં આવે તે ર્નિણય બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *