વોશિંગ્ટન
દુનિયામાં હજી અડધાથી વધુ દેશોમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ પહોંચ્યો નથી. કોરોના મહામારીનો મરણાંક ૨૫ લાખે પહોંચતા લગભગ એક વર્ષ લાગ્યું હતું પણ બીજા ૨૫ લાખ મોત ૨૩૬ દિવસમાં જ નોંધાયા છે તેમ એક સમાચાર સંસ્થાના વિશ્લેષણમાં જણાયુ હતું. રશિયામાં સતત ચાર દિવસથી કોરોનાનો દૈનિક મરણાંક નવા વિક્રમો કરી રહ્યો છે, શુક્રવારે સૌથી વધારે દૈનિક મરણાંક ૮૮૭ નોંધાયો હતો. રશિયાની માત્ર ૩૩ ટકા વસ્તીએ જ કોરોનાની રસીનો પહેલો ડોઝ મેળવ્યો છે. જાે કે વિશ્વમાં સૌથી વધારે કોરોના ખુવારી દક્ષિણ અમેરિકામાં થઇ છે. કુલ મરણાંકમાં ૨૧ ટકા હિસ્સો લેટિન અમેરિકાનો છે એ પછી નોર્થ અમેરિકા ૧૪ ટકા ખુવારી સાથે બીજા ક્રમે અને ઇસ્ટર્ન યુરોપ પણ ૧૪ ટકા ખુવારી સાથે બીજા ક્રમે છે. દરમ્યાન ૭૬મી યુએન મહાસભાના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા શાહિદે જણાવ્યું હતું કે તેમણે ભારતમાં ઉત્પાદિત કોરોનાની રસી કોવિશિલ્ડના બે ડોઝ લીધા છ. બ્રિટિશ-સ્વિડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવવામાં આવેલી અને પૂણેમાં સેરમ ઇન્સ્ટિટયુટ દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી આ રસી કેટલા દેશોમાં સ્વીકાર્ય છે કે નહીં તેની મને જાણ નથી તેમ તેમણે તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દરમ્યાન યુકેએ ભારત સામે જે પગલાં લીધા છે તેવા જ પગલાં ભારતે યુકે સામે લેતાં સરકારે નવી એડવાઇઝરી બહાર પાડી તેના નાગરિકોને ચેતવ્યા છે.કોરોનાની રસી ન લેનારાઓનો ડેલ્ટા વેરિઅન્ટ મોટાપાયે ભોગ લેતો હોવાથી સતત મરણાંક વધવાને કારણે દુનિયામાં કોરોના મહામારીમાં મરનારાની સંખ્યા ૫૦ લાખનો આંક પાર કરી ગઇ છે. ડેલ્ટા વેરિઅન્ટને કારણે ધનિક અને ગરીબ દેશો વચ્ચે કોરોના રસીના મામલે પ્રવર્તતી અસમાનતા ઉઘાડી પડી ગઇ છે. દુનિયામાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ મરણોમાંથી અડધાથી વધારે મોત યુએસ,રશિયા, બ્રાઝિલ, મેક્સિકો અને ભારતમાં નોંધાયા છે. દુનિયામાં ગયા સપ્તાહે સરેરાશ રોજ આઠ હજાર મોત નોંધાયા હતા. એટલે કે દર મિનિટે પાંચ મોત. તાજેતરમાં ગરીબ દેશોમાં કોરોનાની રસી આપવા પર ધ્યાન કેન્દ્રિત થયું છે પણ ધનિક દેશોમાં ત્રીજાે બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે તેના કોવાક્સ રસી વિતરણ કાર્યક્રમમાં હવે જ્યાં સૌથી ઓછી રસી વિતરિત થઇ હોય તેવા દેશોને પ્રાધાન્ય આપવામાં આવશે. જાન્યુઆરીથી કોવાકસ હેઠળ ૧૪૦ દેશોમાં વસ્તીના કદ પ્રમાણે કોરોનાની રસી વિતરીત કરવામાં આવી રહી છે. ઓક્ટોબર મહિનાથી તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રસી વિશેની ગેરમાહિતી સામે ઝઝૂમી રહેલા યુએસમાં હજી ત્રીજા ભાગની વસ્તીએ કોરોનાની રસી મુકાવી નથી. યુએસમાં કોરોના મરણાંક સૌથી વધારે સાત લાખનો આંક પાર કરી ગયો છે. હાલ નવા કેસો અને હોસ્પિટલાઇઝેશનમાં ઘટાડો નોંધાયો છે પણ શિયાળો બેસવા સાથે પ્રવૃત્તિઓ ઘરમાં કેન્દ્રિત થવાને પગલે નવા કેસોમાં વધારો થઇ શકે છે. યુએસમાં કોરોના મરણાંકને છ લાખથી સાત લાખે પહોંચવામાં સાડાત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. મેડિકલ પ્રોફેશનલ્સ માટે સાત લાખનો મરણાંક નિરાશાપ્રેરક છે કેમ કે તમામ અમેરિકનોને છ મહિનાથી કોરોનાની રસી મળી રહી છે છતાં હજી ૭૦ મિલિયન અમેરિકનો રસી લેવા તૈયાર ન હોવાથી વેરિઅન્ટને મરણાંકને મામલે મોકળું મેદાન મળ્યું છે. આજે પણ યુએસમાં રોજ સરેરાશ નવા એક લાખ કરતાં વધારે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે અને રોજ સરેરાશ ૧૯૦૦ જણાના મોત થઇ રહ્યા છે. લુસિઆનામાં બેટન રૂઝ ખાતે આવેલી અવર લેડી ઓફ ધ લેક રિજિયોનલ મેડિકલ સેન્ટરની ચીફ મેડિકલ ઓફિસર ડો.કેથેરાઇન ઓનિલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં હોસ્પિટલની ક્ષમતા કરતાં વધારે દર્દીઓ આવતાં અમે મિલિટરી ડોક્ટરો અને નર્સોને હોસ્પિટલ સોંપી દીધી હતી. હવે સ્થિતિ સુધરતાં મિલિટરી ટીમ ઓક્ટોબરના અંતે રવાના થશે પણ નવેમ્બરના અંતમાં નવેસરથી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/10/Delta-Varriat.jpg)