_કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલા જૂનાગઢ જલારામ સોસાયટી ખાતે રહેતા હોય અને સોના ચાંદીનો વેપાર કરી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હોય. તા. ૨૮/૧૧/૨૦૨૧ના રોજ પોતાની માલીકીનુ એક્ટીવા લઇ અને તેમના પરીવારના સભ્યને ટ્રેનમાં મુસાફરી કરવા સારૂ છોડવા આવેલ હતા, *ત્યાથી પરત ફર્યા બાદ તેઓએ જ્યા એક્ટીવા પાર્ક કરેલ હતુ ત્યા તેમનુ એક્ટીવા જોવા મળેલ નહી.* તે અને તેમની દુકાનમાં નોકરી કરતા હિરેનભાઇ છગનભાઇ રાણીંગા એક્ટીવા ના મળતા વ્યથીત થઇ ગયેલ હતા, તેઓએ આ બાબતની જાણ જૂનાગઢ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે કરેલ. જૂનાગઢ રેલ્વે પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. ડી.આર.અમર, હે.કો. પી.એ.કારેથા, પો.કો. આર.કે.સીસોદીયા, પી.બી.ચાવડા દ્રારા ગમ થયેલ એક્ટીવાની તપાસ કરેલ હતી આ બાબતની વધુ તપાસ સી.સી.ટી.વી. કેમેરાથી કરવા સારૂ રેલ્વે પોલીસ સ્ટાફ દ્રારા જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદીપસીંહ જાડેજાનો સંપર્ક કરતા ડીવાયએસપી પ્રદીપસીંહ જાડેજા દ્રારા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને સૂચના આપતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પોલીસ સ્ટાફ દ્રારા કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાનુ એક્ટીવા શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ રેન્જના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
_જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી સાહેબની સુચના હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો.જીવાભાઇ ગાંગણા, સીધ્ધી બેન વાઘેલા, જાનવીબેન પટોડીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રેલ્વે સ્ટેશન બહારના ગેઇટ પાસે *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERAમાં કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાનુ એક્ટીવા GJ 11 BN 4158 કોઇ વ્યક્તિ દ્રારા લઇ જતુ હોવાનું શોધી કાઢેલ.*_
*_નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા એક્ટીવા લઇ જનાર વ્યક્તિનો ચહેરો બારીકાઇથી ચેક કરતા તે વ્યક્તિ શહેરની નામ ચીન્હ દુકાન પોષાક ડ્રેસીસના માલીક તુષારભાઇ હોવાનુ ઓળખી કાઢવામાં આવેલ હતુ. નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા પોષાક ડ્રેસીસના માલીક તુષારભાઇનો સંપર્ક કરી અને વિગતવાર પૂછ પરછ કરતા તેઓ પણ તે જ સમયે રેલ્વે સ્ટેશને કામ અર્થે ગયેલ હોય અને તેઓના એક્ટીવાની ચાવી તેમની બાજુમાં પડેલ અન્ય વ્યક્તિના એક્ટીવામાં લાગી જતા ભૂલથી બાજુનુ એક્ટીવા લઇ ગયાનુ જણાવેલ. આમ નેત્રમ શાખા અને જૂનાગઢ રેલ્વે પોલીસની સંયુકત કાર્યવાહીથી કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાનુ ગુમ થયેલ એક્ટીવા ગણતરીની કલાકોમાં પરત મળી ગયેલ હતુ._*
_કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાનુ એક્ટીવા કે જેની કી. રૂ. ૨૫,૦૦૦/- છે, તે એક્ટીવા ગણતરીની કલાકોમાં સહી સલામત પરત કરેલ હતુ. *નેત્રમ શાખા અને જૂનાગઢ રેલ્વે પોલીસ દ્વારા રૂ. ૨૫,૦૦૦/- ની કિંમતનુ એક્ટીવા સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_
_*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખા અને જૂનાગઢ રેલ્વે પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં કપીલભાઇ વિઠ્ઠ્લભાઇ પાલાનુ એક્ટીવા કે જેની કી. રૂ. ૨૫,૦૦૦/- છે તે એક્ટીવા સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…._અહેવાલ – દિપક રાજા – માણાવદર


