મહેસાણા
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં વિસલપુર ગામની સીમમાં આવેલા એક ખેતરના શેઢાના મામલે અઢાર વર્ષ અગાઉ ફરિયાદી ભીખાભાઇ મંગળદાસ પટેલ અને આરોપી દશરથ પટેલ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં દશરથ, કૈલાશબેન, અને લાલએ ઉશ્કેરાઈને કુહાડી તેમજ લાકડીઓ ફટકારી ભીખાભાઇને ઇજા કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આ કેસ કડીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તન્મય શુક્લા સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ જેકી ઓઝાની દલીલો ગ્રાહ્ય રાખી બીપી કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી બે વર્ષની સજા અને પ્રત્યેકને રૂપિયા બે હજારનો દંડ ફટકાર્યો હતો.મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા વિસલપુર ગામમાં અઢાર વર્ષ પહેલા બનેલી મારામારીના કેસમાં અદાલતે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી બે વર્ષની સજા અને પ્રત્યેકને રૂ ૨ હજારના દંડનો આદેશ કોર્ટે કર્યો હતો.
