ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સોડોકર ગામે આખલાના પેટમાં સળીયો ભોપી અત્યાચાર કોઈ અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવ્યાની ઘટના બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે ગૌરક્ષા મહાઅભિયાન સમિતિએ પોલીસવડાને લેખીત રજુઅાત કરી ઘટનાની તપાસ કરી આવું નિંદનીય કૃત્ય કરનાર તત્વોને શોધી કાઢી ઝડપી લઇ કડક કાનુની કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ ઘટના અંગે જાણવા મળેલી વિગત મુજબ વેરાવળ તાલુકાના સીડોકર ગામે એક અબોલ આખલાના પેટમાં કોઈ એ સળિયો ભોપી દીધો હતો. આ લોખંડનો સળીયો આખલાના પેટની આરપાર નીકળી ગયો હતો.
જેથી ગ્રામજનો દ્વારા ઇજાગ્રસ્ત આખલાને પ્રથમ નજીકની શાંતિપરા ગૌશાળાની હોસ્પીટલએ પ્રાથમીક સારવાર આપી વઘુ સારવાર માટે જુનાગઢ કૃષી યુની.ની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. આ ક્રુર અત્યાચારની ઘટનાને સાબિતી આપતા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. અા નિંદનીય ઘટના અંગે અખીલ ભારતીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિના પ્રવિણ રામએ જીલ્લા પોલીસવડાને લેખીત રજુઅાત કરી અાખલા પર ક્રુર અત્યાચાર આચરનાર અસામાજીક તત્વોની તાત્કાલિક અસરથી તપાસ હાથ ઘરી ધરપકડ કરી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
Gujarat :સુરેન્દ્રનગર : લખતરના ઓળક ગામેથી મૃત હાલતમાં મળી આવેલ રાષ્ટ્રીય પક્ષી ઢેલનું પોસ્ટમોર્ટમમાંડલ તાલુકાના ટ્રેન્ટ, વિઠલાપુર, સીતાપુર ખાતે કોરોના વેક્સિનેશનનું રીહર્સલમહેસાણામાં ટ્રાફિક PSI ને કારચાલકે કચડવાનો કર્યો પ્રયાસ4 વર્ષ અગાઉ હાથઉછીના આપેલા ₹.5 લાખના કેસમાં એક વર્ષની સજા ફટકારતી કડી કોર્ટરાજકોટ : થોરાળાના રામનગરમાં ઘરવિહોણા થયેલા લોકોને અન્યાયજૂનાગઢ પરેડ ગ્રાઉન્ડ ખાતે 951 તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ
