Gujarat

વેરાવળની કોલેજમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

વેરાવળ
ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૦૧ માં વ્હેલ શાર્કને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ ની અનુસૂચિ-૧ માં સમાવી કાયદાકીય રક્ષણની મજબુત જાેગવાઈ કરેલ છે. વર્ષ ૨૦૦૪ માં ગુજરાત વન વિભાગ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા તથા ટાટા કેમિકલ્સનાં સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આ વ્હેલ શાર્કના સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત વ્હેલ શાર્ક બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટની સફળતામાં સૌથી મોટો ફાળો સ્થાનિક સાગરખેડુ સમૂદાયનો હોવાનું જૂનાગઢ નાયબ વન સંરક્ષકએ જણાવેલ હતુરાજ્ય વન વિભાગ દ્વારા વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત વેરાવળમાં કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વ્હેલ શાર્કનું અભિનય ગીત રજુ કરાયું હતું તથા ૪વેરાવળ ચોક્સી કોલેજની એનસીસી ટીમના વિદ્યાર્થીઓ દ્વારા “જીછફઈ ્‌ૐઈ ઉૐછન્ઈ જીૐછઇદ્ભ” નું જનજાગૃતિનો સંદેશો આપતું નાટક રજુ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત કથાકાર મોરારિબાપુ, મયુરભાઈ વાકાણી તથા ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા દ્વારા વહેલશાર્કને લઈ આપેલ સંદેશાનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી કાર્યક્રમ અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઈફ્લાઈફ વોર્ડન શ્યામલ ટીકાદરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય વન સંરક્ષક, વન્યપ્રાણી વર્તુળ ડી.ટી.વસાવડા, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદીપસિંહ ગોહિલ, જૂનાગઢ સક્કરબાગ ઝૂ નિયામક ડો.અભિષેક કુમાર, નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ, ગીર સોમનાથ એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ, તથા આસીસ્ટન્ટ કમાન્ડીગ ઓફિસર, ૈંઝ્રય્જી, વેરાવળ તથા પ્રાંતિક સરકાર, સિનિયર મેનેજ૨,સી.એસ.આર., ટાટા કેમિકલ્સ લિમિટેડ, મીઠાપુર, ઉ્‌ૈં ના પ્રતિનિધિ તેમજ સાગરખેડુ સમાજના ભાઈઓ, વિદ્યાર્થીઓ તથા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ડો.સુનિલ બેરવાલ, પ્રાંતિક સરકાર તથા ડી. ટી. વસાવડા દ્વારા વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું. જ્યારે અધ્યક્ષ શ્યામલ ટીકાદર દ્વારા વ્હેલ શાર્ક અંગે પ્રેરક પ્રોજેક્ટ અંતર્ગત વ્હેલ શાર્ક બચાવ અભિયાનને મળેલી સફળતામાં વન વિભાગની સાથે સહયોગી સાગરખેડુ ભાઈઓ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા ટાટા કેમિલ્સ અને દરિયાઈ કામગીરી સાથે સંકળાયેલા વિવિધ સરકારી, બિન સરકારી સંસ્થાનો ખુબ જ મોટો સહયોગ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. વ્હેલ શાર્ક વિશ્વની સૌથી મોટી માછલી છે. વ્હેલ શાર્ક ૪૦ ફીટ (૧૨ મીટર) સુધી “ લાંબી થઈ શકે છે પરંતુ સરેરાશ તે ૧૮ થી ૩૨.૮ ફીટ (૫.૫ થી ૧૦ મીટર) સુધી વધે છે અને તેનું વજન ૨૦.૬ ટન “ સુધી (૧૮.૭ મેટ્રિક ટન) હોય છે. રાજ્યના વન વિભાગ દ્વારા વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન દર વર્ષે – કારતક વદ અમાસનો દિવસ ગુજરાત રાજ્ય સરકાર તરફ્થી વ્હાલી વ્હેલ શાર્ક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરના દરિયામાંથી સ્થળાંતર કરીને ગુજરાતનાં દરિયાના પાણીમાં અનુકુળ જૈવિક દરિયાઇ વાતાવરણ મળી રહેતા વ્હેલ શાર્ક માછલી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વેરાવળ, સૂત્રાપાડા, ધામળેજ, માંગરોળ અને ચોરવાડ બંદર ખાતે મહેમાન બને છે. આ વિસ્તારમાં તેમની નાની માછલીનું પોષણ પણ કરે છે. વ્હેલ શાર્કનું બાળપણ લાંબુ હોય છે. શિકાર ન થાય તો શાર્ક માછલી ૧૦૦ થી ૧૫૦ વર્ષ જીવી શકે છે. આટલું વિશાળ કદ હોવા છતા તે ખુબ નમ્ર સ્વભાવની હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *