Gujarat

વેરાવળની ગ્રેસીબેન ગોહિલનું રાજ્યકક્ષાની યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પસંદગી પામતા ગાંધીનગર ખાતે બહુમાન કરાયું અંગ્રેજી માધ્યમની નિબંધ સ્પર્ધામાં પસંદગી પામીને ગ્રેસીબેને ગીર-સોમનાથ જિલ્લાનું અને વેરાવળ સાયન્સ કોલેજ નું ગૌરવ વધાર્યું એ.સી.બી. સંકલિત નિબંધ પુસ્તકમાં ગ્રેસીબેનનું અંગ્રેજી માધ્યમમાં પસંદગી પામેલ નિબંધ પ્રસિદ્ધ થશે        

ગિરગઢડા
     ભરત ગંગદેવ..
રાજ્યકક્ષાની યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પસંદગી પામતા વેરાવળની ગ્રેસીબેન બટુકસિંહ ગોહેલનુ ગાંધીનગર કોબા ખાતે ઇનામ પેટે રૂ. ૧૦૦૦ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયુ હતુ. આ સ્પર્ધામાં વિજેતા બની ગ્રેસીબેને ગીર-સોમનાથ જિલ્લાનું  અને વેરાવળ સાઈનસ કૉલેજનું ગૌરવ વધાર્યું છે. તેમજ એ.સી.બી. સંકલિત નિબંધ પુસ્તકમાં ગ્રેસીબેનનું અંગ્રેજી માધ્યમમાં પસંદગી પામેલ નિબંધ પ્રસિદ્ધ થશે.
     કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા ગુજરાત તકેદારી આયોગની રાહબરી હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શિક્ષણ કમિશનરશ્રી ગુજરાત રાજ્યની કચેરીના પરામર્શમાં રાજ્યકક્ષાએ સ્વતંત્ર ભારત @૭૫ સત્યનિષ્ઠાથી આત્મનિર્ભરતા થીમ પર અંગ્રેજી-ગુજરાતી માધ્યમ નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ૨૭૮ કોલેજના ૯૭૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી નિષ્ણાત તજજ્ઞો દ્વારા પસંદગી પામીને ગ્રેસીબેન ગોહિલનું સન્માન થતાં સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડો.સ્મિતાબેન છગ, સર્વે કર્મચારીગણ અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા…

IMG-20211211-WA0434.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *