Gujarat

વેરાવળમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા વસીમ રિઝવી જેણે મુસ્લિમ સમાજ ની લાગણી દુભાવી છે તેના વિરુદ્ધ ડે. કલેકટર મારફત આવેદનપત્ર અપાયું 

સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
*વસીમ રિઝવી ની પુસ્તક પર પ્રતિબંધ લાગે અને તેને કડક સજા થાય તેવી માંગ કરાઈ*
આજ રોજ તા23/11/21 સોમવારના રોજ સુન્ની મુસ્લિમ જમાત-વેરાવળ દ્વારા વસીમ રિઝવી જે માનવતા અને ભાઈચારાનો દુષમન છે કે જેણે ઇસ્લામ ના મહાન પયગંબર અને સમગ્ર દુનિયા માટે શાંતિ અને ભાઇચારા ના મસીહા માટે અપમાન જનક પુસ્તક વિમોચન કરેલ છે તે  વિરૂદ્ધ આવેદન આપેલ કે આ વ્યક્તિ લોકતંત્ર માટે ખતરા સમાન છે જેને કડક મા કડક સજા થવી જોઈએ તેવી માંગ ડેપ્યુટી કલેકટર અને સિટી પી.આઈ.દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર ને રજૂઆત કરેલ છે
વસીમ રિઝવી એ ભારત દેશ અને તેની એકતા અને ભાઇચારા માટે ખતરા સમાન બનેલ છે.વારંવાર ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરતો રહે છે જેથી દેશ નું વાતાવરણ બગાડવાનું આ વ્યક્તિ કામ કરી રહ્યું છે.આ વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિ ને દેશમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ અને તેને ખૂબ કડક સજા કરવી જોઈએ જેથી આવા લોકો માટે આ સજા એક નમૂનારૂપ બને જેની નોંધ સમગ્ર ભારત દેશમાં લેવાય તેવું દષ્ટાંત ઉભું કરવું જોઈએ.
આ તકે સુન્ની મુસ્લીમ જમાત ના પ્રમુખ મૌલાના અ. રજાક,ઉપ પ્રમુખ હાજી અલી મહમદ ખત્રી,નગરસેવક અફઝલ પંજા,મુફ્તી અહેમદ રઝા,મૌલાના સરફરાઝ નુરી,મૌલાના,મૌલાના જાવેદ પટેલ,હાજીભાઈ એલ.કે.એલ,સલીમભાઈ સોડાવારા, બાબાભાઈ બેકરિવારા,મૌલાના સરફરાઝ તુર્કી,મૌલાના મુઝફ્ફર વગેરે હાજર રહેલ હતા.હોવાનું સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવ્યું હતુ

Screenshot_20211205-145005_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *