જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકાના શાપુર ખાતે પ્રજાલક્ષી કામો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકો માટે લાભદાયી અનેક યોજનાઓ જેવી કે આધારકાર્ડ, માં યોજના, જાતિના દાખલા, રેશનકાર્ડ, બેન્ક લોન જેવી કામગીરી માટે ઘરઆંગણે જ સુવિધા મળી રહે તેને લઈને આ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાપુર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં વંથલી મામલતદાર કે. કે.પડિયા, શાપુરના અગ્રણી વાલજીભાઇ ફડદુ, જી.પં. સદસ્ય મુકેશભાઈ કણસાગરા, સરપંચ ઇલાબેન ફડદુ તેમજ અન્ય અધિકારીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી
Attachments area


