વડોદરા
વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ એ કુદરતની વિવિધતાનો અમુલ્ય વારસો છે તેવી લાગણી વ્યક્ત કરતાં ડો.ભાગવતે જણાવ્યું કે,બાળ પેઢીમાં એની અગત્યતાની સમજણ કેળવવાથી જ આ વારસો સચવાશે.અન્યથા ઘણાં પ્રાણીઓ અને પક્ષીઓ વિલુપ્ત થઈ ગયાં છે અને ઘણાનું અસ્તિત્વ જાેખમમાં છે. એ પરિસ્થિતિને ટાળવામાં યોગદાન આપવાનો આ પ્રયત્ન છે. વન્ય જીવ વિભાગમાં મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ તેમના અભિયાનને પ્રોત્સાહન આપ્યું છે. વન્ય જીવ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જાંબુઘોડાના ક્ષેત્રીય સ્ટાફના પૂર્ણ સહયોગથી આ અભિયાન યોજી શકાયું છે.વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પ્રકૃતિ અને પર્યાવરણ માટે અનિવાર્ય અગત્યતા ધરાવે છે.ત્યારે હાલમાં ઉજવાઈ રહેલા વન્ય જીવ સપ્તાહની અનોખી ઉજવણી વન્ય પ્રાણી અને પક્ષી છબિકાર ડો.રાહુલ ભાગવતે એકલ અભિયાન – ર્હી દ્બટ્ઠહ ર્દ્બદૃીદ્બીહં ના રૂપમાં કરી છે. તેમાં તેમને વડોદરા વન્ય જીવ વિભાગનો મક્કમ સહયોગ મળ્યો છે. તેમણે આ અભિયાન હેઠળ શાળાઓમાં વિડિયો પ્રેઝન્ટેશન અને ડોક્યુમેનટ્રીઝ બતાવીને પ્રાણીઓ, પક્ષીઓની ઓળખ, વિશેષતાઓ, વસવાટના સ્થળો, ખાનપાન અને જીવન શૈલી, પ્રજનન અને બાળ જન્મ, તેમના પર તોળાતા જાેખમોની વિગતવાર જાણકારી આપીને તેમના રક્ષણની પ્રેરણા આપી છે. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના જીવન અંગે શાળાઓમાં ચિત્ર, વકતૃત્વ, નિબંધ, સૂત્ર સ્પર્ધાઓ યોજી લાભાર્થીઓના જ્ઞાનમાં વધારો કર્યો છે.
