Gujarat

શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે નિબંધસ્પર્ધા યોજાઇ.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શિક્ષણ કલામંદિર “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અન્વયે શાળા કક્ષાએ શાળાના એન.એન.એસ.યુનિટ દ્વારા હાઈસ્કૂલ,ઘોઘાવાડામાં નિબંધસ્પર્ધા યોજાઇ.જેમા શાળાના 50 વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય ચળવળના ઓછા પ્રચલિત પણ મોટું બલિદાન આપનાર શહીદોની શહાદત વિષય ઉપર નિબંધ લેખન કર્યું.જેમાં પ્રથમ ક્રમે ઓડ શિવાની ધો-11,દ્વિતીય ક્રમે સોઢા આરતી ધો-12 અને તૃતીય ક્રમે પરમાર કેતન ધો-11 આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે આઝાદી સમયની પ્રેરક વિગતોથી વિદ્યાર્થીઓને અવગત કર્યા તથા ત્રણેય વિજેતાઓને ઈનામ આપવાની જાહેરાત કરી હતી.નિબંધસ્પર્ધાને સફળ બનાવવા બદલ વી.ડી.પરમાર અને જે.આર.ડાભી તથા સમસ્ત શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *