મુંબઈ
શેરોના મૂલ્યાંકન પર નજર નાખો તો આજે પણ બજાર ખૂબ મોંઘા સ્તર પર પહોંચી ગયું છે. રજત શર્માએ કહ્યું કે જાે તમે એપ્રિલથી અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈંૈં) અથવા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના આંકડાઓ પર નજર નાખો તો હ્લૈંૈં એ અત્યાર સુધીમાં રૂપિયા ૬૫,૦૦૦ કરોડના શેર વેચ્યા છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૫૧,૦૦૦ કરોડના શેર ખરીદ્યા છે લગભગ ૧૪૦૦૦ કરોડ રૂપિયાનું અંતર છે જે છૂટક રોકાણકારો દ્વારા ભરવામાં આવી રહ્યું છે. બજારમાં છૂટક રોકાણકારોનો આ મોટો હિસ્સો જાેતાં બજાર નીચે જવાનો ભય સતાવી રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી શેરબજારમાં તેજી જાેવા મળી રહી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં માર્કેટમાં ૨૬ ૈંર્ઁં લિસ્ટ થયા છે જેમાંથી માત્ર છ જ લિસ્ટિંગ પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ૨૦ ૈંર્ઁં લિસ્ટિંગ કિંમતથી ખૂબ ઊંચા સ્તરે છે. ઘણા ૈંર્ઁં રોકાણકારોને ૧૦૦ થી ૧૨૦ ટકા સુધીનું વળતર આપે છે. લીકવીડિટી ઘટ્યા પછી શું થશે? રજત શર્માએ કહ્યું કે હાલમાં શેરબજારમાં પુષ્કળ લીકવીડિટી છે. રિઝર્વ બેંક નોટો છાપી રહી છે પરંતુ કંપનીઓની કમાણીમાં સુધારો થયો નથી. જાે કંપનીઓની કમાણીમાં થોડો સુધારો થાય તો પણ તે ગયા વર્ષના નબળા બેઝને કારણે છે. રજત શર્માએ કહ્યું કે એક વખત બજારમાંથી લીકવીડિટી ઓછી થઈ જાય તો કેટલી કંપનીઓ નાદાર થઈ જશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મજબૂત કંપનીઓમાં રોકાણ કરોશર્માએ કહ્યું કે, જાે કોઈ રોકાણકાર ઈન્ફોસિસ અને ટાટા મોટર્સ જેવી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે અથવા જાે કોઈ રોકાણકાર ૈં્ઝ્ર જેવી કંપનીઓમાં શેર ખરીદે છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથીશેરબજારના નિષ્ણાંત રજત શર્માએ કહ્યું છે કે શેરબજારમાં મોટો ઘટાડો થઈ શકે છે અને તેની પાછળ ઘણા કારણો છે જેને અવગણવા જાેઈએ નહીં. રજત શર્માએ કહ્યું કે નિફ્ટીએ ૧૩૦૦૦-૧૪૦૦૦નું સ્તર પાર કર્યું ત્યારથી તેઓ બજારને લઈને ચિંતિત છે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજાર(જીર્ંષ્ઠા સ્ટ્ઠિાીં)માં જબરદસ્ત તેજી છવાયેલી છે.આ દરમિયાન ઘણા લોકો શેરબજારની નબળાઈ, વધતી વેલ્યુએશન અને દેશની આર્થિક સ્થિતિથી વિપરીત કંપનીઓના માર્કેટ વેલ્યુએશનમાં વધારોને લઈને ચિંતા ઉભી થઇ રહી છે. કેટલાક નિષ્ણાંત આ સ્થિતિમાં બજારમાં ૧૦ થી ૧૫ ટકા કરેક્શનનો અંદાજ લગાવી રહ્યા છે તો તેજી અટકવાના કોઈ અણસાર ન હોવાના પણ અભિપ્રાય મળી રહ્યા છે. આ સ્થિતિમાં રોકાણકારોએ શું કરવું જાેઈએ? સના સિક્યોરિટીઝના સીઈઓ રજત શર્માએ કહ્યું છે કે શેરબજારમાં મોટો ઘટાડો થઈ શકે છે અને તેની પાછળ ઘણા કારણો છે જેને અવગણવા જાેઈએ નહીં. રજત શર્માએ કહ્યું કે નિફ્ટીએ ૧૩૦૦૦-૧૪૦૦૦નું સ્તર પાર કર્યું ત્યારથી તેઓ બજારને લઈને ચિંતિત છે.શેરબજાર મોંઘુ થયું છે.