મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સમગ્ર કપડવંજ પંથકમાં સેવા પ્રવૃત્તિઓની સુવાસ ફેલાવનાર શ્રી ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ના સૌજન્ય થી તેના ટ્રસ્ટી ચેતન દાસ નંદુભાઈ પટેલ દ્વારા શિયાળાની ઋતુમાં જરૂરતમંદ લોકોને ધાબળા વિતરણ તથા ભોજન તેમજ પીવાના પાણી ની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા રૂપિયા ૧૬ લાખ ઉપરાંત ના પ્રકારની સવલતો પૂરી પાડી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય નોટબુક તથા ચોપડાઓનું વિતરણ કરીને તેમજ ખૂબ જ ઉપયોગી ડાયરીનું પ્રકાશન કરીને ઉમદા સેવા કરી હતી જ્યારે પણ કોઈપણ જગ્યા પર થી અડધી રાતે ફોન આવે તો તરતજ સેવા માં હાજર એવા એમના આ સામાજિક કાર્યમાં ભાવિનભાઈ જોશી સહયોગ આપી રહ્યા છે. કોઈપણ જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ અને નિઃશુલ્ક સેવા કરનાર અને કપડવંજના સામાજિક કાર્યકર અને માનવસેવામાં અગ્રેસર એવા સદર ટ્રસ્ટ ના ટ્રસ્ટી તથા ગુજરાત પ્રેસ અને મીડિયા ક્લબના પ્રમુખ ચેતન દાસ ની “જન સેવા એજ પ્રભુ સેવા” ને સાર્થક કરતી આ સેવા ખરેખર બિરદાવવા લાયક છે.


